તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આર્મ્સ એક્ટમાં જેલથી શૈલેષ ભટ્ટની ધરપકડ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરિયાદી બિલ્ડરને વ્યાજે રૂપિયા આપ્યા બાદ તેના સમગ્ર પ્રોજેક્ટ પર જ કબજો જમાવી લેવાના કાંડમાં શૈલેષ ભટ્ટને આજે રિમાન્ડની મુદ્દત પુરી થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેના વધારાના રિમાન્ડ નહીં માંગવામાં આવતા કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. તેની સામે સરથાણા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો, પોલીસે જેલમાંથી તેની ધરપકડ કરી હતી. હવે શુક્રવારના રોજ પોલીસ તેને ફરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી શકે છે. જમીનના કેસમાં શૈલેષ ભટ્ટને પહેલાં 5 દિવસ અને બાદમાં 2 દિવસના રિમાન્ડ પર મોકલતો હુકમ કરાયો હતો. આજે બે દિવસના રિમાન્ડ પુરા થતાં હોય પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને લાજપોર જેલ લઇ જવાયો હતો. દરમિયાન, આરોપી તરફે એડવોકેટ અજય વેલાવાલાએ આજે ગુરુવારના રોજ આરોપી તરફે જામીન અરજી પણ રજૂ કરી હતી જેની સુનાવણી શુક્રવારના રોજ છે.

અન્ય સમાચારો પણ છે...