સુરત માનવ સેવા સંઘ `છાંયડો` દ્વારા અલથાણમાં રૂ.55 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ હોસ્પિટલમાં સૌથી અદ્યતન કાર્ડિયાક ડિવિઝન અને જનરલ ICU, NICU સાથે ઈન હાઉસ રેડિયોલોજી, પેથોલોજી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર હશે. પાંડેસરા, બમરોલી વડોદ સહિતન વિસ્તારમા રહેતા જરૂરીયાતમંદ લોકો માટે રાહતદરની આ હોસ્પિટલ ઉપયોગી સાબિત થશે.
સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને રાહતદરે એમઆરઆઈ, પેથોલોજી લેબ, રાહતદરે દવાઓ, સિવિલના ગાયનેક વોર્ડમાં દાખલ પ્રસુતાઓને બેબી કીટ તેમજ નિઃશુલ્ક ડાયાલિસિસ સહિતની સેવાઓ આપતી સુરત માનવ સેવા સંઘ `છાંયડો સંસ્થા દ્વારા શહેરના અલથાણ વિસ્તારમાં આસપાસના ઓદ્યોગીક વિસ્તારના ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓને રાહતદરે સારવાર મળી રહે તેવા આશય સાથે આધુનિક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહી છે. 2300 સ્ક્વેર ફુટ જગ્યામાં આ હોસ્પિટલનું નિર્માણ નજીકના દિવસોમાં શરૂ થશે અને વર્ષ 2025 માં હોસ્પિટલ કાર્યરત કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
3 મોડ્યુલર ઓટી અને કેથલેબ પણ હશે
અંદાજીત 100 બેડની સુવિધા સાથે 3 મોડ્યુલર ઓટી તેમજ કાર્ડિયાક વિભાગ માટે કેથલેબ તેમજ આઈસીસીયુ, આઈસીયુ, સર્જીકલ આઈસીયુ અને એનઆઈસીયુ સહિતની સુવિધા આધુનિક રેડિયોલીજી, પેથોલોજી તેમજ અન્ય ડાયગ્નોસ્ટીક સર્વિસ સાથે ઉપલબ્ધ હશે.
ગરીબ દર્દીઓને 20થી 40% રાહતદરે સારવાર
અલથાણમાં બનનારી આ હોસ્પિટલમાં પ્રાઈવેટ હોસ્પિટલની સરખામણીમાં 20 થી 40 % રાહતદરે ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓને સારવાર તેમજ નિદાન ઉપલબ્ધ થશે
હોજીવાલા પરિવાર દ્વારા જમીન દાનમાં અપાઈ
આ હોસ્પિટલ માટે સ્વ. હસમુખભાઈ હોજીવાલાના પરિવારે તેમની અલથાણ સ્થિત 2300 વાર જમીન દાનમાં આપી છે. જેમાં 9 માળની હોસ્પિટલનું નિર્માણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.