એક્સપોર્ટ:SEZમાં 2 મહિનામાં 4 હજાર કરોડ રૂપિયાની નિકાસ કરાઇ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે 25 હજાર કરોડના એક્સપોર્ટનો અંદાજ, SEZમાં હીરા, કાપડના યુનિટો છે

સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માંથી એપ્રિલ અને મેમાં 4 હજાર કરોડનું એક્સપોર્ટ થયું છે, આ વર્ષે 25 હજાર કરોડનું એક્સપોર્ટ થવાનો અંદાજ છે. સચિન એસઈઝેડમાં હાલમાં 120 યુનિટો કાર્યરત છે.

જેમાંથી ડાયમંડ જેમ એન્ડ જ્વેલરી, મેડિકલ ઈક્વિપમેન્ટ ડિવાઈઝ, છૂટક સ્પેરસ્પાર્ટસ, સોલાર પેનલ, ફાર્મા કેમિકલ, પ્લાસ્ટિક અને રબ્બર, ટેક્સટાઈલ ગાર્મેન્ટ અને તમાકુ સહિતની પ્રોડક્ટો તૈયાર કરવામાં આવે છે.

જેને અલગ અલગ દેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ગત વર્ષે એસઈઝેડમાંથી 21600 કરોડનું એક્સપોર્ટ થયું હતું. ગત વર્ષે કોરોનાને કારણે કન્ટેઈનરની શોર્ટસપ્લાય થઈ હતી જેથી એક્સપોર્ટ પર અસર થઈ હતી.

ગત વર્ષે 21 હજાર કરોડ હતું
એસઈઝેડના ડેવલપમેન્ટ કમિશનર વિરેન્દ્ર સિંઘે કહ્યું હતું કે, ‘ગત વર્ષે એસઈઝેડમાંથી 21600 કરોડનું એક્સપોર્ટ થયું હતું. પરંતુ આ વર્ષે એસઈઝેડમાંથી 25 હજાર કરોડનું એક્સપોર્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...