તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનાકાળમાંથી બહાર આવતું SEZ: નિકાસ 18 હજાર કરોડે પહોંચી, ગત વર્ષ કરતાં 78%નો વધારો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત એપ્રિલથી જુલાઇની સરખામણીમાં આ વખતે ધમધમાટ

સચિન ખાતે આવેલા દેશના પહેલાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નિકાસની ગાડી ફરી પાટા પર ચડી રહી છે. કોવિડ કાળમાં આયાત-નિકાસમાં થયેલાં વૈશ્વિક ઘટાડાના લીધે સેઝમાંથી પણ નિકાસ ઘટી હતી. જો કે, ગત વર્ષના અને હાલના કોવિડ પિરિયડ વચ્ચે નિકાસ 78 ટકા વધી છે. વર્ષ 20-21માં રૂ 18 હજાર કરોડ (1.80 લાખ મિલિયન)ની નિકાસ થઈ છે. નોંધનીય છે કે સેઝમાં મોટાભાગનાં યુનિટ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીનાં છે.

સચિન સેઝમાં 50થી વધુ યુનિટો એક્ટિવ
સેઝમાં આમ તો 100થી વધુ યુનિટ માટે જગ્યા છે અને હાલ 50થી વધુ યુનિટો એક્ટિવ છે. ડાયમંડ જવેલરી ઉપરાંત અને ચીજવસ્તુઓ આયાત-નિકાસ થાય છે. સૂત્રો કહે છે કે કેન્દ્ર સરકારની નિકાસ ડબલ કરવાની જાહેરાત બાદ અનેક સાહસિકોએ હાલ સેઝની મુલાકાત લીધી . હતી. જો કે, અધિકારીઓ તેને બરાબર ચકાસીને આગળ વધી રહ્યા છે. જેથી ગેરરીતિ માટે કોઈ શક્યતા ન રહે.

આયાતમાં પણ 29 ટકાનો વધારો
સચિન સેઝમાં આયાત થતો માલ ફરી નિકાસ કરવાનો હોય છે. એટલે કોવિડ કાળની વાત કરીએ તો એપ્રિલથી જુલાઇ-2020માં આયાત 37 હજાર મિલિયન હતી તે 29.96 ટકા વધીને રૂપિયા 48 હજાર મિલિયન થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...