તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં રેઇડ:ડુમસ રોડના એમ-6 સ્પામાં સેક્સ રેકેટ ઝડપાયું, મેનેજરની ધરપકડ, સંચાલક વોન્ટેડ, ગ્રાહક દીઠ 2 હજાર લેવાતા

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રાઇમ બ્રાંચના મિસિંગ સેલે બુધવારે બપોરે કાર્યવાહી કરીને વેસુ વીઆઇપી રોડ પરથી એક સાથે 3 સ્પામાં કૂટણખાનું પકડી પાડયું હતું. આ ઘટના બાદ ઉમરા પોલીસે પણ બુધવારે સાંજે ડુમસ રોડના ઈન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં પહેલાં માળે ચાલતા એમ-6 નામના સ્પામાં રેડ કરી હતી. જેમાં ઉમરા પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સેકસ રેકેટ પકડી પાડયું હતું. સ્પામાંથી 4 થાઇલેન્ડની યુવતીઓ પણ મળી આવી હતી.

પોલીસે રેઈડ દરમિયાન સ્પાના મેનેજર અભય સુરળકરને ઝડપી પાડ્યો હતો. જ્યારે સંચાલક મયંક ઘેલાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો. રેઈડ દરમિયાન પોલીસને સ્પામાં મળેલી થાઇલેન્ડની ચારેય યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર સુરત આવી હતી. પોલીસે પકડી પાડેલો સ્પાનો મેનેજર અભય અર્જુન સુરળકર છે અને તે મગદલ્લા ગામમાં ભાડેથી રહે છે, મૂળ તે મહારાષ્ટ્રનો છે. જયારે વોન્ટેડ જાહેર કરાયેલો સ્પાનો સંચાલક મયંક લલીત ઘેલાણી છે. પોશ વિસ્તારમાં મોટેભાગે સ્પામાં મસાજ પાર્લરના નામે દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. સ્પામાં ગ્રાહક દીઠ બે હજાર રૂપિયા વસુલવામાં આવતા હોવાની પણ માહિતી મળી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser