સુરતની નવરાત્રિ LIVE:સાતમા નોરતે જુસ્સો સાતમા આસમાને, શેરી ગરબામાં ડીજેના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યાં

સુરત2 મહિનો પહેલા
સાઈ એન્કલેવ, અલથાણ.
  • નવરાત્રિના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા

સુરતમાં નવરાત્રિના સાતમા દિવસે ખેલૈયાઓમાં જુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ગરબા રસિકો શેરીઓ, ગાર્ડન અને ખુલ્લા મેદાનમાં ગરબે ઘૂમ્યા હતા. શેરીઓમાં ગરબા જોવા વાળાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આમ્રકુંજ સોસાયટી, અમરોલી.
આમ્રકુંજ સોસાયટી, અમરોલી.

ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો
કોરોના શરુ થયો ત્યારથી તહેવારોની ઉજવણીમાં પર ગ્રહણ લાગ્યું હતું. હવે કેસ નિયંત્રણમાં આવતા કેટલીક મર્યાદા સાથે સરકારે ફરીથી છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતીઓનો અને ગુજરાતનો લોકપ્રિય તહેવાર નવરાત્રિની શેરી, ગલીઓ અને સોસાયટીઓમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજે સાતમા નોરતે શહેરની મોટાભાગની સોસાયટીમાં ગરબાનો ઉત્સાહ ડીજેના તાલે જોવા મળ્યો છે.

વીર સાવરકર હાઇટ્સ, જહાંગિરાબાદ.
વીર સાવરકર હાઇટ્સ, જહાંગિરાબાદ.

નવરાત્રિના ગરબા પરિવાર સાથે
કોરોના મહામારીને કારણે ગત વર્ષે સાવ બંધ રહેલા નવરાત્રિ ગરબામાં આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 લોકોની સંખ્યા સાથે છૂટ આપવામાં આવી છે. ત્યારે સુરતમાં ખેલૈયાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે મા અંબાની આરાધના સમા નવરાત્રિના ગરબા પરિવાર સાથે આનંદ માણ્યો છે.

મોડલ ટાઉન, પરવત પાટીયા.
મોડલ ટાઉન, પરવત પાટીયા.

અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રિની જમાવટ
સુરતના સરથાણા જકાતનાકા, કતારગામ,અડાજણ, વેસુ સહિતના વિસ્તારોમાં શેરી ગરબાની જમાવટ જોવા મળી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નવરાત્રિની રાહ જોઈ રહેલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યાં હતાં.

શગુન રેસિડેન્સી, કામરેજ.
શગુન રેસિડેન્સી, કામરેજ.
સોનીફળીયા એનીબેસન્ટ યુવક મંડળ.
સોનીફળીયા એનીબેસન્ટ યુવક મંડળ.
સરકારી નર્સિંગ કોલેજ સુરત.
સરકારી નર્સિંગ કોલેજ સુરત.