સુરત / સચિન જીઆઈડીસમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટના સ્થળે

કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી પણ તેની જ્વાળાઓ જોઈ શકાતી હતી.
X

  • અંબિકા નામની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી
  • અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 09:38 PM IST

સુરત. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંબિકા ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી ગઈ હતી. કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેના પગલે સુરત મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.

આજુબાજુની કંપનીઓ પણ આગની ઝપેટમાં

અંબિકા નામની કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે, આસપાસની કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. કેમિકલ કંપનીની બાજુમાં બરફની ફેક્ટરી પણ આવેલી છે. આગના પગલે લોકડાઉન વચ્ચે પણ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેથી પોલીસ કાફલાને પણ બોલાવવાની ફરજ પડી હતી.કેમિકલ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં વિલંબ

અંબિકા ઈન્ડ્સ્ટ્રીઝ કેમિકલ કંપનીમાં આગ લાગી છે. વિકરાળ આગ કેમિકલના કારણે વધુ પ્રસરી રહી છે. જો કે ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે, કેમિકલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

આગ લાગવાનું કારણ અકબંધ

કેમિકલ કંપનીમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે ચોક્કસ માહિતી મળી રહી નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું હાલ પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.

ખાનગી કંપનીએ મોકલ્યા બંબા

ખાનગી કંપની કલરટેક્સ દ્વારા પણ ફાયરની ગાડીઓ મોકલવામાં આવી હતી. જેથી આગ પર કાબૂ મેળવી શકાય તે માટે ખાનગી અને ફાયર બ્રિગેડ દ્વારા જહેમત હાથ ધરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી