ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ:સુરતમાં A-1 ગ્રેડ મેળવનાર સાત પાસ માતા-પિતા અને રત્નકલાકારોના સંતાનો, સંઘર્ષગાથા વર્ણવી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાત ચોપડી ભણેલા માતા-પિતાની દીકરીએ A-1 ગ્રેડ મેળવ્યો. - Divya Bhaskar
સાત ચોપડી ભણેલા માતા-પિતાની દીકરીએ A-1 ગ્રેડ મેળવ્યો.
  • સાત પાસ માતા-પિતાની દીકરીએ 95.57% મેળવ્યા
  • રત્નકલાકાર પિતાની દીકરીએ 90.86% મેળવ્યા

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સુરતમાં સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. A-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં સાત પાસ માતા-પિતાના સંતાનો અને રત્નકલાકારોની દીકરા-દીકરીઓનો સમાવેશ થાય છે. જેમણે આ સફળતાને લઈને પોતાની સઘર્ષગાથા વર્ણવી હતી.

પાંચાણી નિરલને શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.
પાંચાણી નિરલને શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.

રત્નકલાકારની દીકરીને A-1
ભાવનગર જિલ્લા લેઉઆ પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ સુરત સંચાલિત જે.બી. એન્ડ કાર્પ વિદ્યાસંકુલના કુલ 21 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તેમજ 105 વિદ્યાર્થીઓ A2 મેળવ્યા છે. તેમાં રત્નકલાકારની દીકરી પાંચાણી નિરલ અશ્વિનભાઈ એ 700 માંથી 674 માર્ક્સ મેળવી 99.99 PR મેળવ્યાં છે.નિરાલીએ જણાવ્યું કે, ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હોવા છતાં જાત મહેનતે તથા શાળા પરિવારના શિક્ષકોના માર્ગદર્શનથી રાત-દિવસ મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી છે. નિરલના પિતા રત્નકલાકાર તરીકે મજૂરી કરી દીકરીને સફળતા પ્રાપ્ત કરાવવા સતત પ્રયત્ન કરેલા. આ વિદ્યાર્થીનીને BCA કરી સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સપનું છે.

માહિ મોરડિયાએ મેદાન માર્યુ
ભૂલકા ભવનમાં અભ્યાસ કરતી માહિ વિનોદભાઈ મોરડિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મેદાન માર્યું છે. માહિએ 99.99 પર્સેન્ટાઈલ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. માહિને બે વિષયમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા મળી છે. જ્યારે ઈકોનોમિક્સમાં 99 માર્ક આવ્યાં છે. માહિએ સફળતાનો શ્રેય પોતાના પરિવારને તથા શિક્ષકોને આપ્યો હતો. સાથે જ પોતાની મહેનત વિષે વાત કરતાં માહિએ કહ્યું કે, રોજે રોજની તૈયારી સાથે રિવિઝનના કારણે સફળતા મળી છે.

પ્રિન્સીને 95.57 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો.
પ્રિન્સીને 95.57 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો.

રોજેરોજની મહેનતથી સફળતા પ્રાપ્ત કરી
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામમાં તપોવન વિદ્યાલયના 34 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જેમાંથી લુખી પ્રિન્સી મહેશભાઈને 95.57 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. પ્રિન્સીના પિતા અને માતા ધોરણ સાત સુધી અભ્યાસ કરેલા છે. જ્યારે પ્રિન્સીને આગામી સમયમાં Msc IT કરીને આગળ વધવાની ઇચ્છા છે. પ્રિન્સીએ સોશિયલ મીડિયાના ઉપયોગ કરવાની સાથે સારી ટકાવારી પ્રાપ્ત કરી છે. પ્રિન્સી રોજેરોજનો અભ્યાસ કરતી અને પરીક્ષાના છેલ્લા દિવસોમાં તેણે રિવિઝન કર્યું હતું. રોજેરોજના અભ્યાસના કારણે હળવાશની સાથે-સાથે પ્રિન્સી રોજેરોજની મહેનતથી આ સફળતા પ્રાપ્ત કરી છે.તપોવન વિદ્યાલયના આચાર્ય મનસુખભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, કોરોનામાં પણ વિદ્યાર્થીઓને ઘર બેઠા મહેનત કરાવવામાં આવતી હતી.જેનું આજે પરિણામ મળ્યું છે.

સફળતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીઓ છલકાઈ હતી
સફળતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીઓ છલકાઈ હતી

A-1 ગ્રેડ મેળવનારાને શુભકામના અપાઈ
પાલનપુર પાટીયા રાંદેર રોડ ખાતે આવેલી સત્ય સાઁઈ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આઈ.એન.ટેકરાવાળા શાળાના 7 વિદ્યાર્થીઓને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં A-1 ગ્રેડ પ્રાપ્ત થયો હતો. જ્યારે 52 જેટલા વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. 12 સાયન્સમાં પણ 3 વિદ્યાર્થી એ-1 અને 15ને એ-2 ગ્રેડ મળ્યાં હતાં.સાયન્સ બાદ સામાન્ય પ્રવાહમાં પણ શાળાનું જ્વલંત પરિણામ આવતાં આચાર્ય સુજાતાબેન લાપસીવાળાએ સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

ધોરણ 10ની કસરને વિદ્યાર્થીએ 12માં ધોરણમાં પૂર્ણ કરી હતી.
ધોરણ 10ની કસરને વિદ્યાર્થીએ 12માં ધોરણમાં પૂર્ણ કરી હતી.

વિદ્યાર્થીની અથાક મહેનતથી સપનું પૂર્ણ થયું
મોટા વરાછા ખાતે આવેલી રાઈઝન મોર્ડન સ્કૂલના વિદ્યાર્થી મુલાણી પંથિક નરેન્દ્રભાઈને ધોરણ 10માં માત્ર 64 ટકા માર્ક હતાં. જો કે ધોરણ 12માં શિક્ષકોના માર્ગદર્શનમાં અથાક મહેનતથી 99.47 ટકા પીઆર સાથે એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. આ અંગે ભાવેશભાઈ ઘેલાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને એ-1 મેળવવાની ઈચ્છા હતી. શાળાના શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે પંથિકે મહેનત કરતાં સફળતા મળી છે.

મહેકે 90.86 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.
મહેકે 90.86 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.

શાળામાં વધુ અભ્યાસ થયો તો વધુ સારું પરિણામની શક્યતા હતી
મોટા વરાછા ખાતે આવેલા સંસ્કારદીપ વિદ્યા સંકુલમાંથી પાંચ વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જેમાં ડોબરીયા મહેક મહેશભાઈ 90.86 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મહેકને આગળ Msc IT કરવાની ઈચ્છા છે. રત્નકલાકાર પિતા અને હાઉસવાઈફ માતાની દીકરી મહેક છે. કોરોનાકાળ દરમિયાન ધોરણ 11માં અભ્યાસ થયો હોવાની વાતને તેમના માટે સકારાત્મક બનાવી હતી. જો કોરોનાકાળમાં પણ શાળામાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો હોત તો હજુ પણ વધારે સારું રિઝલ્ટ આવ્યું હોવાની તેણે વાત કરી હતી.

જયને 95.71 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો.
જયને 95.71 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો.

નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ કરવાની ઈચ્છા
ઉતરાણ ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ માટે કુલ 33 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાં ટ્રેડિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા હેમંતભાઈ ગોટીના પુત્ર જયને 95.71 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જયને એકાઉન્ટમાં સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત થયા છે. રોજેરોજની મહેનત અને પરિશ્રમના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. આગામી સમયમાં જયને નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ કરવાની ઈચ્છા છે. જયનું માનવું છે કે કોરોનાના કારણે તૈયારી કરવાનો વધુ સમય મળ્યો જેના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે. સાથે જ તે ધોરણ 10માં ત્રણ માર્ક માટે A-1 ગ્રેડ છૂટી ગયો હતો ત્યારે આ વખતે કસર પૂરી કરી છે.

અક્ષરે 92 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.
અક્ષરે 92 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.

પિતાને કેન્સર હોવાથી 1 વર્ષ ડ્રોપ લીધા બાદ સફળતા મેળવી
પુણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે. જેમાંથી રામોલિયા અક્ષરે 92 ટકા સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. રામોલિયા અક્ષરના પિતા નરેશભાઈને કેન્સર હોવાથી ગત વર્ષે ડ્રોપ લીધો હતો તેમ છતાં સતત અભ્યાસ ચાલુ રાખીને આ વખતે A-1 ગ્રેડ મેળવ્યો છે. અક્ષરે કહ્યું કે મારે માસ પ્રમોશન ન જોઈએ તથા કૃપા ગુણથી પાસ નહોતું થવું મારી તૈયારી હતી અને તૈયારીના જોર પર જ મારે સારા ટકા મેળવવા હતા એટલે મે ગયા વર્ષે ડ્રોપ લીધો હતો અને આ વખતે બારમાની પરીક્ષા આપી જેમાં મને સારી સફળતા મળી છે. આગામી સમયમાં સીએ બની ઘર તથા પરિવારને મદદ કરવી છે. પિતા રત્નકલાકાર છે જ્યારે માતા ઘરકામ કરે છે અને મોટી બહેન ઓફિસમાં કામ કરે છે. જ્યારે મારે પણ આગામી સમયમાં સફળ થઈને પરિવારને સપોર્ટ કરવો છે.

સફળ થનારા વિદ્યાર્થીઓને બુક ભેટમાં અપાઈ હતી
સફળ થનારા વિદ્યાર્થીઓને બુક ભેટમાં અપાઈ હતી

હિન્દી માધ્યમમાં A-1
વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા વિદ્યાલયનું ગુજરાતી માધ્યમનું પરિણામ 100% અને હિન્દી માધ્યમનું પરિણામ 90% રહ્યું છે. હિન્દી માધ્યમની વિદ્યાર્થીની શર્મા કાજલ પ્રણવભાઈ 92 % ગુણ સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાના ચાર વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ગુજરાતી માધ્યમમાં શેડગે ભૂમિ સખારામ ભાઈ 87% મેળવ્યાં છે.તમામ તેજસ્વી તારલાઓનું મીઠાઈ વડે મોં મીઠું કરાવવામાં આવ્યું અને પ્રેરણાદાયક બોધ કથાની બુક વડે અભિવાદન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવાઈ હતી
વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવાઈ હતી

ખેડૂત પિતાની દીકરીને A-1
વાવ ખાતે આવેલી વસિષ્ઠ વિદ્યાલયના 7 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાં ખેડૂત પિતાની દીકરી સાક્ષી આહિરે A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાક્ષીને 91 ટકા પ્રાપ્ત થયા છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં જળહળતી સફળતા મેળવનાર સાક્ષીએ કહ્યું કે, કોરોના સમયમાં પણ રોજિંદી મહેનતના પરિપાક રૂપે સફળતા મળી છે.