તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Sumul Dairy Sets Milk Sales Record In Surat On Mahashivaratri, More Than 14 Lakh Liters Of Milk Bought By People In A Single Day

તહેવાર ફળ્યો:સુરતમાં મહાશિવરાત્રિએ સુમુલ ડેરીએ દૂધના વેચાણનો રેકોર્ડ સર્જ્યો, એક જ દિવસમાં 14 લાખથી વધુ લિટર દૂધની લોકોએ ખરીદી કરી

સુરત5 મહિનો પહેલા
સુમુલ ડેરી દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ દૂધ વેચવાનો રોક્રડ બનાવવામાં આવ્યો છે.
  • સામાન્ય દિવસો કરતાં દૂધના વેચાણમાં 3 લાખ લિટરનો વધારો

શિવત્વને પામવાના પર્વ શિવરાત્રિની ઉજવણી સુરતમાં રંગેચંગે થાય છે.આ વખતે કોરોના ગાઈડ લાઈન સાથે મંદિરોમાં ઉજવણી થઈ છે. જો કે, શિવરાત્રિનો તહેવાર સુમુલ ડેરીને ફળ્યો છે. ડેરી દ્વારા શિવરાત્રિના દિવસે 14 લાખ લિટર દૂધનું વેચાણ કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે 11 લાખ લિટર જેટલું દૂધનું વેચાણ થતું હોય છે. પરંતુ શિવરાત્રિના દિવસે શિવાલયોમાં અભિષેક અને ઉપવાસમાં દૂધની માગ વધુ રહેતી હોવાથી સામાન્ય દિવસો કરતાં 3 લાખ લિટર દૂધનું વેચાણ વધુ થયું છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે, ડેરી દ્વારા થયેલા રેકોર્ડ બ્રેક વેચાણનો સીધો ફાયદો પશુપાલકોને થશે.

સામાન્ય દિવસ કરતાં દૂધ અને છાસના વેચાણમાં શિવરાત્રિએ વધારો થયો છે.
સામાન્ય દિવસ કરતાં દૂધ અને છાસના વેચાણમાં શિવરાત્રિએ વધારો થયો છે.

રેકોર્ડ બ્રેક થયો
સુરતની સુમુલ ડેરીમાંથી દર વર્ષે શિવરાત્રિના દિવસે સામાન્ય દિવસો કરતાં વધુ દૂધ વેચાણ થતું હોય છે. જો કે આજે શિવરાત્રિ નિમિતે સામાન્ય દિવસો કરતાં 3 લાખથી વધુ લિટર દૂધનું વેચાણ થયું છે. જેનાથી જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આજના દિવસે સુમુલ ડેરીમાંથી દૂધ અને છાશનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.છાશનું વેચાણ 2,84,478 લિટર થયું છે.

દૂધના વેચાણમાં સર્જાયેલા રેકોર્ડને ડેરીના ડિરેક્ટરે વધાવી લીધો હતો.
દૂધના વેચાણમાં સર્જાયેલા રેકોર્ડને ડેરીના ડિરેક્ટરે વધાવી લીધો હતો.

પરંપરાના કારણે વેચાણ વધ્યું
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિએ શિવાલયોમાં દૂધ ચઢાવવાની પ્રથાના કારણે દૂધનું વેચાણ વધુ થયું છે. ડેરી દ્વારા રેકોર્ડ બ્રેક વેચાણનો ફાયદો ગામડાઓમાં પશુપાલન કરતાં લોકોને થશે. ગામડાના લોકોને રોજગારી દૂધનું વેચાણ વધતા વધારે પ્રમાણમાં મળશે. જેથી ગ્રામ્ય અર્થતંત્ર પણ મજબૂત થશે