સચિનમાં ચાલતા ડિજિટલ ગ્રામીણ સેવા કેેન્દ્રમાં ચાલતું કૌંભાડ ઝડપાયું હતું. ડિજિટલ ગ્રામીણ સેવાના નામે વિધવા સહાય યોજના, આધાર-વોટિંગ કાર્ડમાં સુધારા-વધારા સહિત અન્ય નાણા લઇને વિવિધ સરકારી સેવા આપતી ગેરકાયદે એજન્સીના સંચાલકો વિરૂદ્ધ તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ગેરકાયદે કેન્દ્ર ચલાવતા સંચાલકો ફરાર થઈ ગયા છે. તપાસમાં ખુલ્યુ છે કે, એજન્સીના સંચાલકો દ્વારા સીએસસી સેન્ટરનો સિક્કાઓ પણ બોગસ બનાવ્યો હતો.
સચિનના સ્ટેશન રોડ સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં દુકાન નં. 127માં ડિજિટલ ગ્રામીણ સેવા નામનું બોર્ડ મારીને સેન્ટર ચલાવતાં ઇસમો દ્વારા વિધવા સહાય, આધારકાર્ડ-વોટિંગ કાર્ડમાં સુધારા-વધારા, રેશનïકાર્ડ, આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ સહિત અન્ય વિવિધ સરકારી સહાયો અને કામગીરી માટે સ્થાનિક નાગરિકો પાસેથી નાણાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટર આયુષ અોકને થતાં કલેક્ટર દ્વારા આ મામલે અોલપાડ પ્રાંત ચેતના ઉંધાડ તથા ચોર્યાસી મામલતદાર ભરત સક્સેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
બોગસ સિક્કા સહિતની તપાસ ચોર્યાસી મામલતદાર દ્વારા ચલાવામાં આવી રહી છે
તપાસ અંતર્ગત સેન્ટર ચલાવતા ભેજાબાજ ઇસમોએ કોમ્યુનિટી સર્વિસ સેન્ટર (સીએસસી) કે જે ખાસ કરીને આધારકાર્ડ સુધારા-વધારા કરવા માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલી કિટ છે તે કિટના સિક્કા પણ બોગસ બનાવવામાં આવ્યા હતા અને હાલમાં આ બોગસ સિક્કા સહિત વિધવા સહાય અને સંભવતઃ આવકના દાખલા બાબતેની તપાસ ચોર્યાસી મામલતદાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.