તંત્ર એક્શનમાં:જાહેર સ્થળોએ બ્રેસ્ટ ફીડિંગ માટે અલગ ઝોન બનાવાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ભાસ્કરના અહેવાલ બાદ પાલિકા તંત્ર એક્શનમાં
  • વ્યવસ્થા ઊભી કરવા મેયરે કમિશનરને નોંધ મૂકી

શહેરમાં જાહેર સ્થળોએ જ્યાં રોજના હજારો મુલાકાતી આવતા હોય ત્યાં મહિલાઓ પોતાનાં બાળકોને ફીડિંગ કરાવવા માટે મુશ્કેલી અનુભવતી હોય છે. દિવ્ય ભાસ્કરે આ સંદર્ભના અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તેના નિરાકરણ માટે જાહેર જગ્યાઓ પર મહિલાઓ પોતાના બાળકોને સુરક્ષિત માહોલમાં ફીડિંગ કરાવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા મેયર હેમાલી બોઘાવાલાએ પાલિકા કમિશનરને નોંધ મુકી છે.

શહેરમાં ડુમસ બીચ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર, એક્વેરિયમ, સરથાણા નેચરપાર્ક, બગીચાઓ સહિતના ફરવા લાયક સ્થળો પર માતાઓએ બાળકોને ફીડિંગ કે ડાયપર બદલાવવું હોય તો કોઇ વ્યવસ્થા ન હોવાથી જાહેરમાં કરાવવાની નોબત આવે છે. જેના નિરાકરણ માટે મેયર હેમાલી બોઘાવાલાએ અલગથી ઝોન બનાવવા માટે નોંધ મુકી છે. શહેરનાં જાહેર સ્થળો પર બ્રેસ્ટ ફીડિંગ માટે કોઈ જ સુવિધા ન હોવાથી જાહેર શૌચાલયમાં બાળકને દૂધ પીવડાવવાની નોબત આવે છે.

અન્ય સમાચારો પણ છે...