નરાધમોને જેલવાસ:સુરતમાં સગીરાના બિભત્સ તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપીને સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા કોર્ટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત જિલ્લા કોર્ટની ફાઈલ તસવીર.
  • સગીરા પર દુષ્કર્મ કેસમાં બે આરોપીઓ સગીર છે

સુરતના પાંડેસરામાં સગીરાના બિભત્સ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દેવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને 10 વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ કેસમાં બે આરોપીઓ સગીર છે.

સગીરે સગીરાની તસવીર એડિટિંગ કરી હતી
મૂળ રાજસ્થાનની વતની અને સુરતમાં પોતાના સંબંધીના ઘરે આવેલી 15 વર્ષિય સગીરા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. આ દરમિયાન તેની મુલાકાત એક સગીરની સાથે થઇ હતી. ત્યારબાદ પાંડેસરાના દક્ષેશ્વર નગરમાં રહેતો અજય ઉર્ફે અજ્જુ રતનલાલ પારીક, ઉધના હરીનગર-3માં રહેતો સાહિલ રાજમણી સીંગ (રાજપુત) અને સોમેશ્વર ઉર્ફે બલ્લુ ઇન્દ્રમણિ તિવારીની સાથે થઇ હતી. આ ત્રણેય પૈકી સગીરે સગીરાનો ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ડાઉનલોડ કરીને તેમાં એડિટિંગ કર્યું હતું અને ન્યુડ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની ધમકી આપી હતી.

ત્રણ આરોપીઓએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
શરૂઆતમાં સગીરે બળાત્કાર ગુજાર્યા બાદ તેની વાત અજય, સાહિલ અને સોમેશ્વરને પણ કરી હતી. આ ત્રણેયએ પણ સગીરાને તેના ફોટા વાઇરલ કરવાનું કહીને અલગ અલગ જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં સગીરાની સાથે બળાત્કાર બાદ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરાયું હતું. આ કેસમાં બે સગીર તેમજ અજય, સાહિલ અને સોમેશ્વરની સામે બળાત્કારનો ગુનો નોંધીને તેઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. સરકારી વકીલ અરવિંદ વસોયા બાદ હાલમાં જ નવનિયુક્ત થયેલા વકીલ વિશાલ ફળદુએ પણ દલીલો કરી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓની ઉંમરને ધ્યાનમાં રાખીને તેઓને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...