દુષ્કર્મીને સખત સજા:સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવકને 20 વર્ષની કેદ ફટકારતી સેશન્સ કોર્ટ, પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા આદેશ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આરોપીની ફાઈલ તસવીર.
  • ટ્યુશનથી ઘરે આવતી સગીરાને યુવક ભગાડી ગયો હતો
  • સગીરા અને આરોપી બંને રાજસ્થાનથી મળી આવ્યા હતા

સુરતના ડભોલીમાં ટ્યુશનથી ઘરે આવતી 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ પીડિતાને ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

ઘટના શું હતી?
ડભોલીમાં રહેતી 13 વર્ષની સગીરા દરરોજ બપોરના સમયે ટ્યુશન ક્લાસ જતી હતી અને સાંજે પાંચ વાગ્યે પરત ઘરે પણ આવી જતી હતી. આ દરમિયાન જૂન 2019માં સગીરા ટ્યુશન ક્લાસથી ઘરે પરત ફરી ન હતી. સગીરાની માતાએ ટ્યુશન ક્લાસ જઈને તપાસ કરતાં સગીરા નીકળી ગઈ હતી પરંતુ તે ઘરે પહોંચી ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સગીરા ગુમ થવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ અને સગીરાના સંબંધીઓએ મળીને તપાસ કરતા સગીરાને ડભોલી પાસે પાયલ પાર્કિંગના ખુલ્લા પ્લોટમાં રહેતો અને ત્યાં જ ચા નાસ્તાની લારી ચલાવતો 28 વર્ષીય દિનેશ ઉર્ફે રાજુ ચુનારામ ભીલ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો.

પોલીસે સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું
સગીરા અને દિનેશ બંને રાજસ્થાનથી મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે સગીરાનું મેડીકલ પરીક્ષણ કરાવ્યું હતું. આ સાથે જ આરોપી દિનેશને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરીને આરોપીને વધુમાં વધુ સજા થાય તેમ જણાવ્યું હતું. કોર્ટમાં ફરિયાદ પક્ષ તરફે મેડિકલ પુરાવો, સીસીટીવી કેમેરા, નજરે જોનારા સાહેદો અને એફએસએલનાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.

દુષ્કર્મની ઘટનાને એફએસએલના રિપોર્ટથી સમર્થન મળ્યું
બંને પક્ષોની દલીલો બાદ આરોપી દિવ્યેશને દુષ્કર્મના ગુનામાં તકસીરવાન ઠેરવી હતી અને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે 13 વર્ષની પીડિતાને રૂપિયા ત્રણ લાખનું વળતર આપવા માટે પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ આપ્યો હતો. દુષ્કર્મની ઘટનાને એફએસએલના રિપોર્ટથી સમર્થન મળ્યું હતું. આરોપીએ ભોગ બનનારના એકલતાનો અને અર્ધબેભાન અવસ્થાનો ગેરલાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું.