તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિયોરા એન્ડ ભંડેરી કેસ:ડેટાનું રહસ્ય જાણવા 7 હાર્ડ ડિસ્ક લેબમાં મોકલાઇ; સર્વર ઓપરેટ કરવાની કામગીરી શરૂ, જેમાં પણ અનેક ડેટા

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક

દિયોરા એન્ડ ભંડેરી પર આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં ડાયમંડનું વેલ્યુએશન 86 કરોડ નક્કી થયા બાદ હવે ITએ ડેટા એકત્રિત કરીે કેસ વધુ ઠોસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન તોડી પડાયેલી 7 હાર્ડ ડિસ્કને રિકવરી માટે લેબમાં મોકલાઇ છે અને 1200 સ્કેનિંગ મશીનોના સર્વરમાં છુપાયેલાં રહસ્યને ઉજાગર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આગામી સમયમાં IT ડેટા આધારિત મોટો ધડાકો કરી શકે છે.

15 દિવસ પૂર્વે ITએ વરાછાની દિયોરા એન્ડ ભંડેરી પર તપાસ કરીને આઇટી સમક્ષ નહીં બતાવેલી બે બિલ્ડિંગનું પ્રિમાઇસ શોધી કાઢતા તેમાંથી 1200 મશીન મળ્યા હતા. મોટાભાગના મશીન ચોપડે બતાવ્યા નહતા. આથી આ મશીનનું વેલ્યુએશન આઇટીએ શરૂ કરાવ્યુ હતંુ. જેટલા મશીનો વેચાયા છે કે વેચીને પ્રિમાઇસીસ પર જ રખાયા છે તેની વિગતો પણ એકત્રિત કરવાની શરૂઆત કરી હતી. આઇટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે શંકા એ છે કે જે હાર્ડ ડિસ્ક તોડી પડાઈ છે તેમાં જ મહત્વના ડેટા હોવાની શંકા છે.

ડાયમંડના હિસાબ મળવાની શક્યતા
આઇટીએ પોતાના કબજામાં લીધું સર્વર ઓપરેટ કરવાની શરૂઆત કરી છે. આ સર્વરમાં પણ અનેક ડેટા હોવાની માહિતી છે જેના આધારે મશીનોનો અને સ્કેનિંગ કરાયેલાં ડાયમંડના હિસાબ મળવાની પણ શક્યતા છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો