મંજૂરી:સિંગણપોરની જમીનમાં વેરીએશનની મંજૂરી આપી સરકારને ઠરાવ મોકલ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HCના હુકમ બાદ TP કમિટીની બેઠક બોલાવી મંજૂરી અપાઇ

સિંગણપોર વિસ્તારમાં પાળા યોજનામાંથી સંપાદનમુક્ત થયેલી 6866 ચોરસ મીટર જમીન સામે નિયમાનુસાર કપાત કરી 4858 ચોરસ મીટરનો ફાઇનલ પ્લોટ ખાનગી માલિકને ફાળવવા માટે ટી પી. એકટ 1976ની કલમ-70 હેઠળ વેરિએશન કરવાની જરૂર હોઈ તેમજ આગામી 15મી જુલાઇના રોજ હાઇકોર્ટમાં તારીખ હોવાથી સુરત મહાનગર પાલિકામાં તાબડતોડ ટી.પી.કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં વેરીએશનને મંજૂરી આપતો ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી દીધો હતો. હાઇકોર્ટના આદેશનું પાલન નહીં થતા કોર્ટે કાર્યવાહી કરવા જણાવતા ઝડપથી કામ લવાયું હતું.

ટી. પી. સ્કીમ નં. 26 (સિંગણપોર), રેવન્યુ સર્વે નં. 1 2 પૈકી વાળી પાળા યોજનામાંથી સંપાદનમુક્ત થયેલ 6866 ચો. મીટર જમીન સામે નિયમાનુસાર કપાત કરી 4858 ચો. મીટરનો ફાઇનલ પ્લોટ ખાનગી માલિકને ફાળવવા મુદ્દે થયેલા વિવાદમાં મામલો હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટમાં 15મી જુલાઇના રોજ તારીખ હોવાથી હાઇકોર્ટના આદેશ અનુસાર 15 જુલાઇ પૂર્વે સરકારમાં વેરિએશન માટેની દરખાસ્ત મોકલવી અનિવાર્ય હતી. જેથી સોમવારે તાકીદના ધોરણે ટી. પી. કમિટીની બેઠક બોલાવીને વેરિએશન માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.

સરકાર દ્વારા મંજૂર ફાઇનલ ટી. પી.સ્કીમમાં પાળા યોજનાને ફાળવવામાં આવેલ અંતિમ ખંડને 11882 પૈકીમાંથી રેવન્યુ સર્વે નં. 1 2 પૈકીના માલિકોને 4858 ચો. મીટર જગ્યા ફાળવવા અને આ જ એફ.પી. માં પાયા યોજના માટે ફાળવેલ કુલ ક્ષેત્રફળમાંથી 4858 ચો. મીટર જગ્યા ઓછી કરવા માટે હાઇકોર્ટનો આદેશ હોઈ મનપાએ વેરિએશન સૂચવ્યું છે.

હવે મંગળવારે જ વેરિએશનની આ દરખાસ્ત સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે, જેથી કરીને 18 જુલાઇના રોજ હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન સરકાર પોતાનો પક્ષ રજૂ કરી શકે.જો કે, બેઠકમાં વેરીએશનને મંજૂરી આપતો ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી દીધો હતો. હાઇકોર્ટના આદેશનું પાલન નહીં થતા કોર્ટે કાર્યવાહી કરવા જણાવતા ઝડપથી કામ લવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...