તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:સિનિયરોને કોરાણે મુકી દેવાયા, લાયકાતવાળા જુનિયરોને ડેપ્યુટી કમિશનરની નિમણુંક અપાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વાતી દેસાઈને ડે. કમિશનર બનાવાયા

ગુરુવારે સ્થાયીમાં વધારાના કામમાં સામેલ કરી અધ્યક્ષ પરેશ પટેલે ચેપ્ટર પ્રોવાઇઝોથી 3 ડેપ્યુટી કમિશનર અને બે આસિ. કમિશનરની નિમણૂક આપી છે. પાલિકાના સેક્રેટરી સ્વાતી દેસાઈ (એલએલબી,સીએસ)ને ડે. કમિશનર બનાવાયા છે, આસી.કમિશનર કમલેશ નાયકને સ્વ.બંકિમ દેસાઇને સ્થાને એકાઉન્ટ વિભાગ, પીઆરઓ સહિતના ખાતાની જવાબદારી સાથે ડે.કમિ.ઇન્ચાર્જની જવાબદારી હતી. તેમને ડે. કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે.

પરંતુ યુસીડી, સેન્ટ્રલ ઝોનના આસી.કમિ.ગાયત્રીબેન જરીવાલાને પણ અગાઉ આસી. કમિ. કમલેશ નાયક સાથે જ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનરનો ચાર્જ સોંપાયો હતો પરંતુ તેમને હાલ બાકાત રખાતાં ચર્ચા ચકડોળે ચઢી છે. તો ત્રીજા ડેપ્યુટી કમિશનર તરીકે લિંબાયત ઝોનમાં આસી. કમિશનર એચ.વી.કિનખાબવાલાને પણ ડેપ્યુટી કમિશનર બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આસી. કમિશનરની ખાલી જગ્યા પર પર્સોનલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ડીક્સન માઈકલ ક્રિશ્ચિયન તેમજ રાંદેર ઝોનમાં આસી.કમિ.નો ચાર્જ સંભાળતાં બાબુરાવ મોરેને ચેપ્ટર-3ની કલમ-2ના પ્રોવાઈઝો હેઠળ આસિસ્ટંટ કમિશનર બનાવાયા છે.

હજી 5 ડેપ્યુટી કમિશનરની જગ્યા ખાલી
શાસકોએ ત્રણ ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક આપી છે પરંતુ હજી પણ 5 ડેપ્યુટી કમિશનરની જગ્યા ખાલી છે. આ બે જગ્યા ટેક્નિકલ છે. અગાઉ ડેપ્યુટી કમિશનર જીવણ પટેલ (ડીઓપી) (ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ) પાસે શહેર વિકાસ ખાતું, ટાઉન પ્લાનિંગ વિભાગ હતો. તેઓ રિટાયર્ડ થયાંને 2 વર્ષ થયાં છે પરંતુ તેમની જગ્યા ખાલી જ છે. ડે.કમિ.કેતન પટેલ અને ડે.કમિ. રાજેશ પંડ્યાની જગ્યા પણ ખાલી જ છે. આ બે ટેક્નિકલ જગ્યા પણ ખાલી છે. આમ કુલ પાંચ જગ્યા ડેપ્યુટી કમિશનરની ખાલી છે. તેમાં 2 એસટી,પીસી અને 3 જનરલની બેઠક પણ ભરાશે. તેમાં એક મહિલાની જગ્યા પણ ખાલી છે.

રિટાયર્ડ થનાર સિનિયરને નિમણૂક ન અપાઈ
સ્માર્ટ સિટી અને ઉધના ઝોનના આસી.કમિશનર જગદીશ પટેલ સિનિયર છે પરંતુ તેમને નિવૃત્ત થવાને થોડા મહિના બાકી છે. આમ આવો સિનિયર રિટાયર્ડ થવાનો સમય નજીક હોય તેમને સ્થાને ત્યાર પછીના અધિકારીને પ્રમોટ કરાયા છે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઘણાં અધિકારી નજીકના ભવિષ્યમાં રિટાયર્ડ થઈ રહ્યાં છે તેમને સ્થાને ત્યાર પછીની વધુ નોકરી બાકી હોય તેમને પ્રમોટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...