સેમિનાર:સુરતમાં એકસ્પ્લોર વિયેતનામ વિષય પર સેમિનાર યોજાયો, ચેમ્બરના પ્રમુખે કહ્યું : વિયેતનામે ભારતથી થતા એકસપોર્ટ ઉપર પણ ઝીરો ટકા ડયૂટી રાખવી પડશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકસટાઇલ ઇમ્પોર્ટની દૃષ્ટિએ વિયેતનામમાં ભારતનો રેન્ક આઠમો છે

સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એમ્બેસી ઓફ ધી સોશિયલીસ્ટ રિપબ્લીક ઓફ વિયેતનામના સંયુકત ઉપક્રમે ‘એકસ્પ્લોર વિયેતનામ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, વિયેતનામે ભારતથી થતા એકસપોર્ટ ઉપર પણ ઝીરો ટકા ડયૂટી રાખવી પડશે

20.8 બિલીયન યુએસ ડોલરની ટેકસટાઇલ પ્રોડકટ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિયેતનામ 20.8 બિલીયન યુએસ ડોલરની ટેકસટાઇલ પ્રોડકટ ઇમ્પોર્ટ કરે છે. એમાં 46 ટકા પ્રોડકટ ચાઇનાથી અને 17 ટકા પ્રોડકટ સાઉથ કોરીયાથી આવે છે. ડિસેમ્બર 2021 પછી વિયેતનામે ભારતથી થતા એકસપોર્ટ ઉપર પણ ઝીરો ટકા ડયૂટી રાખવી પડશે. આથી હવે સુરત એમએમએફ એકસપર્ટાઇઝનો ઉપયોગ કરી શકે છે અને વધુમાં વધુ એકસપોર્ટ વિયેતનામમાં કરી શકે છે. વિયેતનામ, ચાઇના પરની નિર્ભરતા ઘટાડે તો દક્ષિણ ગુજરાત અને વિયેતનામને ઘણો ફાયદો થઇ શકે છે.

ટેકસટાઇલ ઇમ્પોર્ટની દૃષ્ટિએ વિયેતનામમાં ભારતનો રેન્ક આઠમો છે
હાલમાં ટેકસટાઇલ ઇમ્પોર્ટની દૃષ્ટિએ વિયેતનામમાં ભારતનો રેન્ક આઠમો છે, જેને સુધારવાની તક મળી છે. ટેકસટાઇલ ક્ષેત્રે દ્વિપક્ષીય વેપાર જે હાલમાં પણ માત્ર 300 મિલીયન યુએસ ડોલરનો થાય છે તેની જગ્યાએ પાંચ બિલિયન યુએસ ડોલરનું એકસપોર્ટ કરવાનું પોટેન્શીયલ છે. એમાંથી મોટાભાગનું એકસપોર્ટ સુરત કરી શકે છે. પોલીએસ્ટર યાર્ન માટે વિયેતનામ સંપૂર્ણપણે ચાઇના ઉપર નિર્ભર છે અને તેમાં સુરતના ઉત્પાદકો સ્પર્ધાત્મક ભાવે વિયેતનામને માલ આપી શકે છે. આ ઉપરાંત સુરતમાં વર્લ્ડ કલાસ લેવલના ટેકસટાઇલ પ્રોસેસિંગ એકમો આવેલા છે. જ્યાં વિયેતનામ પ્રોસેસ કરીને માલને ભારતથી ફરી આયાત કરી શકે છે.

વિયેતનામથી ઓનલાઇન સેમિનારમાં જોડાયા
આ કાર્યક્રમમાં એમ્બેસી ઓફ ધી સોશિયલીસ્ટ રિપબ્લીક ઓફ વિયેતનામના એમ્બેસેડર ફામ સાહ ચાઉ, ડેપ્યુટી ચીફ ઓફ મિશનના મિનિસ્ટર કાઉન્સેલર ડો. ડુ થાન્હ હાય, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એજન્સીના ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓફિશિયલ ત્રાન વિયેત ડુન્ગ અને વિયેતનામ એમ્બેસીના સેકન્ડ સેક્રેટરી ડુ ડાય ખાન્હ ઉપસ્થિત રહયા હતા. એશિયા ડીએમસીના ડાયરેકટર બી. સુભાષ ચાંડર પણ વિયેતનામથી ઓનલાઇન સેમિનારમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...