નિર્ણય:સેમેસ્ટર 3-5, એમ.કોમ, એમ.એની સેમેસ્ટર-3ની પરીક્ષા ઓફલાઇન લેવાશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાંસ્નાતકકક્ષાએ ત્રીજા વર્ષનાં સેમેસ્ટર-5 અને એમ.કોમ,તેમજ એમ.એનાં અભ્યાસક્રમની સેમેસ્ટર-3ની પરીક્ષા ઓફલાઇન લેવાનો નિર્ણય કરાયો છે.

યુનિ.ની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલ દ્વારા કરવામાં આવેલા ઠરાવ અનુસાર એક ખાનગી એસોસિએશનની રજુઆતને ધ્યાનમાં રાખી સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષની સેમેસ્ટર-5 અને એમ.એમ.એમ.કોમની સેમેસ્ટર-3ની પરીક્ષા ઓફલાઇન લેવાનું નક્કી કરવામાં આવ્યંુ છે. જેમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીનાં સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષની સેમેસ્ટર-5 અને એમ.એમ.એમ.કોમ. સેમેસ્ટર-3ની પરીક્ષા આપનાર િવદ્યાર્થીઓએ રેગ્યુલર પરીક્ષા અનુસાર તૈયારી કરવી ફરજીયાત બનશે.

ગુજરાતના કોમન એકેડેમીક કેલેન્ડરને યુનિ.ની મંજુરી
ગુજરાત રાજય શિક્ષણ વિભાગનાં કોમન એકેડેમિક કેલેન્ડરને યુનિવર્સિટી દ્વારા મંજુર કરાયું હતું, જેમાં પ્રથમ સત્ર 15 જૂનથી 14 ડિસેમ્બર સુધી નું કુલ 132 દિવસોનું રાખવામાં આવ્યંુ છે. 19 ઓકટોબરથી 8 નવેમ્બર સુધીનું 21 િદવસનું િદવાળી વેકેશન ઉપરાંત 9 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી કોલેજોની આંતરીક પરીક્ષા અને 14 ડિસેમ્બર પ્રથમ સત્ર પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...