નિર્ણય:આર્ટ્સ અને કોમર્સમાં સેમેસ્ટર-2ની ATKTની પરીક્ષા ઓનલાઇન લેવાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીર નર્મદ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

વીએનએસજીયુની મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીની1-3 રેગ્યુલર અને એટીકેટીની એમસીક્યુ ઓનલાઇન લેવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2022-23ના પ્રથમ સત્રની એટીકેટી - રેગ્યુલર પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાશે. જે વિદ્યાર્થીઓની એટીકેટી સેમ-2ની પરીક્ષા ઓનલાઇન (એમસીક્યુ) આપી હોય તેમની એટીકેટી સેમ-2મી પરીક્ષા ઓનલાઇન લેવાનો નિર્ણય કર્યો છે.

હવે માર્કશીટમાં પાસ વીથ ગ્રેસિંગ લખાશે
ગ્રેેસીંગ માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની માર્કશિટમાં ગ્રેસીંગની નિશાની તથા લખાણ પણ લખવાનો નિર્ણય લેવાયો છે. , યુનિવર્સિટી દ્વારા હવેથી પરિણામ જાહેર કરવામાં આવશે તેમાં ગ્રેસીંગ મેળવનારની માર્કશિટમાં રિમાર્કસ આપવામાં આવશે, ગ્રેસીંગ માર્કસ માટે નિશાની આપવામાં આવશે તેમજ નીચે Pass with gracing marks as per gracing rules of university ની નોંધ લખાશે.

PGનું પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થીને પ્રિ -રજીસ્ટ્રેશન પ્રેઝન્ટેશનની તક મળશે
પોસ્ટ ગ્રેજ્યુએટનું પરિણામ આવ્યું ન હોવા છતા પીએચડીની પરીક્ષામાં લાયક ઠરાવવામાં આવ્યા હોય તેવા ઉમેદવારોને પ્રિ-રજીસ્ટ્રેશન પ્રેઝન્ટેશનની તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટનું પરિણામ બાકી હોવા તેવા વિદ્યાર્થીઓને પીએચડીની પરીક્ષાની પરવાનગી અપાઇ હતી.

જો પીએચડીની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. અને િવદ્યાર્થીઓ આરએસી સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવાની તક આપવા અંગે પ્રશ્ન ઉભા થયો હતો. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પીજીનું પરિણામ આવ્યું ન હોય, વિદ્યાર્થીએ પીએચડીની પ્રવેશ પરીક્ષા પાસ કરી હોય અને પીજીમાં નાપાસ હોય કે પીએચડીમાં જરૂરી ગુણ ન હોય તેવા િવદ્યાર્થીઓ માટે પીજી પરીક્ષા નિયત ટકાવારી સાથે પાસ કરવાની શરતે પ્રિ-રજીસ્ટ્રેશનમાં પ્રેઝન્ટેશનની તક અપાશે.

અન્ય સમાચારો પણ છે...