12 ડિસેમ્બરથી નર્મદ યુનિવર્સિટીની બીકોમ, બીએ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સની પહેલા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થશે. જે પરીક્ષા ઓફલાઇન એમસીક્યૂ-ઓએમઆર સિસ્ટમથી લેવાશે. પરીક્ષા શરૂ થયાની પંદર મિનિટ પહેલા અને મોડામાં મોડું પેપર શરૂ થયાની 10 મિનિટ પહેલા સેન્ટર પર આવી જવાનું રહેશે. પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી કાપલી, પેપર અને પુસ્તક સહિતના કોઇ પણ સાહિત્ય સાથે પકડાશે તો યુનિવર્સિટી 500 રૂપિયા પેનલ્ટી વસૂલ કરશે અને સાથે જે-તે વિષયનું પરિણામ રદ કરશે.
ખાસ કરીને વિદ્યાર્થીઓને જણાવવાનું કે ફાટેલી OMR શીટનું મૂલ્યાંકન થશે નહીં. વિદ્યાર્થીઓએ વિચારીને જ વર્તુળ ઘાટુ કરવાનું રહેશે. કારણ કે, જવાબમાં ફેરફાર કરવાની કોઇ મંજૂરી નથી અને એક કરતા વધારે વર્તુળ ઘાટા કરવાની પરવાનગી પણ નથી. બીજી OMR શીટ મળશે નહીં. સુપરવાઇઝરની સૂચનાનું પાલન કરવાનું રહેશે. બીકોમ, બીકોમ ઓનર્સ, બીએ, બીએ ઇન ઇન્ટિરિયલ ડિઝાઇન અને બીએસસીની સેમેસ્ટર એક પરીક્ષા 12થી 19 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.