કાર્યવાહી:અડાજણમાં બોગસ કાગળોથી જમીન વેચી મારવાના પ્રયાસમાં 2 સામે ગુનો, વકીલની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડિલોપાર્જિત જમીનનો વિવાદ, સંબંધી ફરાર

અડાજણમાં વડીલોપાર્જિત જમીન સંબંધીએ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી મારવાનો પ્રયાસ કરવામાં અડાજણ પોલીસે સંબંધી અને નોટરી વકીલની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જે પૈકી નોટરી વકીલ મહેન્દ્ર ભગતની ધરપકડ કરવામાં આવી છે. જયારે સંબંધી હાલમાં ફરાર છે. અંકલેશ્વર પીપરોદમાં મસ્જિદ ફળિયામાં રહેતી અને આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરતી 44 વર્ષીય રસીદાબેન ગુલામ મોહંમદ શેખની અડાજણ સિલ્વર સ્પીંગની સામે ગિરીનગર સોસાયટીની બાજુમાં ઓપન પ્લોટ વડીલોપાર્જિત છે.

આ પ્લોટમાં સંબંધી મોસીમ ગુલામ કાદર શેખ(37)(રહે,ઝાંપા સ્વધ્યય મંડળ રોડ,કિલ્લા પારડી,વલસાડ)એ બોગસ પાવર ઓફ એટર્ની બનાવી વેચી મારવાનો પ્રયાસ કર્યો હતો. ન્યુઝ પેપરમાં જમીન અંગેની નોટીસ આવી ત્યારે વારસદારોને ખબર પડી હતી કે આ પ્લોટમાં 13 જણા સીધીલીટીના વારસદારો છે. તમામ વારસદારોની સંબંધીએ બોગસ સહીઓ કરી હતી. અગાઉના સમયમાં આ પ્લોટની વારસાઈ કરવાની હતી તે વખતે સંબંધીઓએ મોસીમ ગુલામ શેખને ડોક્યુમેન્ટો આપ્યા હતા.

બોગસ પાવર ઓફ એટર્નીમાં મોસીમ ગુલામ કાદર શેખે એડવોકેટ-નોટરી મહેન્દ્ર ઈશ્વર ભગત પાસે સહી સિક્કા કરાવ્યા હતા. અગાઉ બોગસ ડોક્યુમેન્ટના મામલામાં એડવોકેટ મહેન્દ્ર ભગતની સામે ડુમસ પોલીસમાં 2 અને માંડવી તેમજ કામરેજ પોલીસમાં ઠગાઈના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. ત્યારે અડાજણ પોલીસે નોટરી કરનાર વકીલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે સંબધી હજી પણ ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...