આયોજન:આજથી 3 તબક્કામાં ‘આત્મનિર્ભર મહિલા અભિયાન’ એક્ઝિબિશન

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરની લેડિઝ વીંગ અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાશે

મહિલા સાહસિકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશન’નું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ તબકકામાં તા. 4 અને 5 ઓકટોબરે એક્ઝિબિશન’યોજાશે. જેનું ઉદ્‌ઘાટન બપોરે 12:00 કલાકે કરાશે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. 6 અને 7 તથા ત્રીજા તબકકામાં તા. 8 અને 9 યોજાશે.

એક્ઝિબિશનનો સમયગાળો બપોરે 12:00 કલાકથી રાત્રે 8:00 કલાક સુધીનો રહેશે. ત્રણેય તબકકામાં જુદી–જુદી મહિલાઓ દ્વારા સ્ટોલ રખાશે અને ત્યાંથી વિવિધ પ્રોડકટનું વેચાણ કરાશે. એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, અને આર્ટ એન્ડ ક્રાફટ વગેરનું વેચાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...