આત્મદાહની ચિમકી:વેસુ આવાસનો 4 વર્ષે પણ કબજો નહીં મળતાં આત્મદાહની ચિમકી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેયરના રાઉન્ડ પછી પણ કામ શરૂ ન થયું
  • અધૂરી કામગીરીમાં જ લાભાર્થીઓ રહેવા આવી જશે

વેસુ વિસ્તારમાં બનાવવામાં આવેલા સુમન મલ્હાર આવાસમાં 15 દિવસ અગાઉ આવાસધારકોની વિવિધ ફરિયાદોને ધ્યાનમાં રાખી મેયરે સ્થળ પર રાઉન્ડ લીધો હતો તથા જરૂરી સમિક્ષા કરી હતી. જો કે, એકતરફ, ડ્રો થયાના 4 વર્ષે પણ કબજો મળ્યો નથી તેમજ આ સિવાયની કામગીરી પણ હજુ ત્યાંની ત્યાં જ અટકી પડી હોવાથી અકળાઈ ઊઠેલા લાભાર્થીઓએ સોમવારે આઆસ પર હોબાળો મચાવ્યો હતો અને આત્મવિલોપનની ચીમકી આપી હતી.

આવાસ ધારકોના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરી 2018માં વેસુના સુમન મલ્હાર આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. જો કે, ડ્રો કરાયાના ચાર વર્ષ બાદ પણ આવાસધારકોને આવાસનો કબ્જો આજ સુધી મળ્યો નથી. આ મામલે બે અઠવાડિયા અગાઉ મેયરને ફરિયાદ કરવામાં આવતાં તેમણે સ્થળનો રાઉન્ડ લીધો હતો. જો કે, હાલમાં કામગીરી ત્યાંની ત્યાં જ અટકી પડી છે, જેથી સોમવારે 400થી વધુ લાભાર્થીઓ દ્વારા આવાસના સ્થળ પર ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

આ અંગે આવાસના લાભાર્થીઓનું જણાવવું છે કે અહીં સ્થળ પર કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી. આગામી 20 નવેમ્બર સુધીમાં જો કોન્ટ્રાકટર દ્વારા આવાસને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો લાભાર્થીઓ અધૂરા કામે જ સામાન લઈને પરિવાર સાથે અહીં રહેવા આવી જશે અને કંઈ પણ ્જૂગતું થાય તો તે માટે કોન્ટ્રાક્ટર તેમજ પાલિકા જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...