એક્ઝિબિશન:મહિલા ઉદ્યોગ સાહસિકોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી યોજાયેલા આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનો સુરત મેયરના હસ્તે પ્રારંભ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનો સુરત મેયરના હસ્તે પ્રારંભ કરાયો. - Divya Bhaskar
આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનો સુરત મેયરના હસ્તે પ્રારંભ કરાયો.
  • શહેરીજનોએ એક્ઝિબિશનમાંથી ખરીદી કરી પોતાની જવાબદારી નિભાવવી જોઇએ: મેયર હેમાલી બોઘાવાલા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ ખાતે સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે આજથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશન’નો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ તબકકામાં તા. 4 અને 5 ઓકટોબર દરમિયાન યોજાયેલા એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન
મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બરની લેડીઝ વીંગ અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા એક્ઝિબિશન યોજાયું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે, ચેમ્બર અને સુરતી મોઢ વણિક સમસ્ત પંચે સરાહનીય કામગીરી કરી છે પણ હવે શહેરીજનોની પણ જવાબદારી બને છે કે તેઓ આ એક્ઝિબિશનમાં આવે અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે.

મેયરે મહિલાઓએ વેચાણ અર્થે મૂકેલી વસ્તુઓની માહિતી મેળવી.
મેયરે મહિલાઓએ વેચાણ અર્થે મૂકેલી વસ્તુઓની માહિતી મેળવી.

65 મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો
પ્રથમ તબક્કામાં 4 અને 5 ઓકટોબરના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશન’યોજાયું છે. જેમાં 65 મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબક્કામાં 6 અને 7 ઓક્ટોબર તથા ત્રીજા તબક્કામાં 8 અને 9 ઓકટોબર દરમિયાન એક્ઝિબિશન યોજાશે. જેમાં પણ 65 મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લેવામાં આવશે. ત્રણેય તબક્કામાં એક્ઝિબિશનનો સમયગાળો બપોરે 12થી રાત્રે 8 કલાક સુધીનો રહેશે.

એક્ઝિબિશનમાં 65 મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો.
એક્ઝિબિશનમાં 65 મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો.

એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા બનાવાયેલી જ્વેલરી સહિતનું વેચાણ
આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા ઓક્સીડાઇઝ્ડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોક્સીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલ્સ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ ક્લીનર્સ વગેરેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.