ટેબલ ટેનિસના સ્ટાર અને સુરતને હર હંમેશ ગૌરવ અપાવનાર હરમિત દેસાઈએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી મે માસમાં આફ્રિકામાં ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાવાની છે. જેમાં સુરતના હરમિત દેસાઈનું સિલેક્શન થઈ ચૂક્યું છે. આ સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટેબલ ટેનિસમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે હરમિત દેસાઈ પ્રથમ ખેલાડી બની શકે છે. ત્યારે હરમિતના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
હરમિતે સુરતને ગૌરવ અપાવ્યું
સુરતમાં રહેતા ટેબલ ટેનિસનો સ્ટાર હરમિત દેસાઈ દ્વારા અનેક વખત ટેબલ ટેનિસમા સિદ્ધિઓ હાંસલ કરીને સુરતનું નામ રોશન કર્યું છે. ત્યારે ફરી એક વખત હરમિત દેસાઈ દ્વારા સુરતનું નામ રોશન કરવામાં આવ્યું છે. હરમિત દેસાઈ અનેક વખત રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, એશિયન ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસિલ કરીને સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. ત્યારે ફરી એક વખત હરમિત દેસાઈ દ્વારા ગુજરાતને અને ખાસ કરીને સુરતને ગૌરવ મળવા જઈ રહ્યું છે. કારણ કે, ટેબલ ટેનિસની યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ગુજરાતમાંથી કોઈ જ ખેલાડી ભાગ લઈ શક્યું નથી. પરંતુ આવનાર મે મહિનામાં આફ્રિકા ખાતે યોજાનાર ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં પ્રથમ વખત હરમિત દેસાઈનું સિલેક્શન થઈ શકે છે.
હરમિત દેસાઈનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થઈ શકે
આવનાર મે મહિનામાં આફ્રિકા ખાતે યોજાનાર ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. ત્યારે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચમાં હરમિત દેસાઈએ જીત હાંસલ કરી છે. સુરતી ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી હરમિત દેસાઈ તેમાં ક્વોલિફાય થયો છે. જેને લઇ સુરતનો હરમિત દેસાઈ હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીની સફર નક્કી કરી ચૂક્યો છે. હવે હરમિત દેસાઈ આવનાર મે મહિનામાં સાઉથ આફ્રિકા ખાતે રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી ટેબલ ટેનિસમાં પ્રતિનિધિત્વ કરી શકે છે તેવા સંજોગો ઉભા થયા છે.
હરમિતના પરિવારમાં ખુશી
હરમીતનું સિલેક્શન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ ગયો છે. હરમિતની માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, હરમિતનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થશે તો એ અમારા માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત સાબિત થશે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થવું અને ત્યારબાદ સાઉથ આફ્રિકાના ડરબન રમવા જવું એ ખૂબ જ મોટી વાત છે.
દિગ્ગજ દેશોની વચ્ચેથી સિલેક્શન
સાથે એશિયામાંથી ક્વોલિફાય થવું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એટલે ખૂબ જ મોટી વાત છે. કારણ કે એશિયામાં ટેબલ ટેનિસ માટે બધી જ મોટી કન્ટ્રીઓ છે. જેવી કે ચીન, હોંગકોંગ, મલેશિયા, જાપાન, કોરિયા,સિંગાપુર જેમાંથી આપણે ક્વોલિફાય થવું એ એ ખરેખર અમારા માટે ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે. હરમિત નાનપણથી જ સ્પોર્ટ્સમાં શોખ હતો. અમે તેને સપોર્ટ કર્યો છે. તેની સાથે રહ્યા છે. આજે તે પોતાના પગ પર ઉભો રહીને આગળ વધતો રહે છે. એટલે ખૂબ જ ગર્વ અનુભવ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.