નિયુક્તી:પાલિકાના ચીફ ઓડિટરપદે CA સ્મિત શેઠની પસંદગી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડી સમિતિમાં મહત્વના પદોના ઈન્ટરવ્યૂ
  • એડિ. સિટી ઈજનેરપદે ધર્મેશ ભગવાકર સિલેક્ટ

પાલિકાની ચાવીરૂપ જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારની નિયુક્તી માટે ખડી સમિતિએ યોજેલા ઈન્ટરવ્યૂમાં ચીફ ઓડિટર તરીકે 34 વર્ષિય સી.એ. સ્મિત હિમાંશુ શેઠ પર પસંદગી ઉતારાઇ છે. આ માટે 42 ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. સ્મિત શેઠને ફોરેસ્ટ ડિપા. માં ક્લાસ-1 તરીકે ફાયનાન્શિયલ કંટ્રોલરનો 12 વર્ષનો અને વીજકંપનીમાં ક્લાસ-2નો 5 વર્ષનો અનુભવ છે. ત્રણ સીએનું વેઈટિંગ લિસ્ટ પણ બનાવ્યું છે, જેમાં અમિત સોલંકી, કિશોર નાગેશ્રી, ચેતન પુરોહિતનો સમાવેશ થાય છે.

એડિશનલ સિટી ઈજનેરમાં હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક ઇજનેર ધર્મેશ ભગવાકર પર પસંદગી ઉતારવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માટે ત્રણ ઓબીસી બેઠક પર ડે.ઇજનેર મીનેશ પટેલ, વિપુલ ગણેશવાલા, સુજીત પ્રજાપતિ અને એક જનરલ બેઠક માટે તેજશ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી છે. જ્યારે આસિ. કમિશનરની એક જગ્યા માટે મનહર સોલંકીને સિલેક્ટ કરાયા છે. જોકે, તેઓ 1 મહિના પછી રિટાયર્ડ થશે.

અન્ય સમાચારો પણ છે...