તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી પ્રાઇડ:26મી જાન્યુઆરીની પરેડ માટે 3 ગૃપ સ્પર્ધા પાસ કર્યા પછી સુરતના 3 કેડેટની પસંદગી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લેગ એરિયા, બેસ્ટ કેડેટ, ઈન્ટરગૃપ જેવી સ્પર્ધા પછી સિલેક્શન કરાયું

26 મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પરેડમાં સુરતની 2 છોકરીઓ અને 1 છોકરો એમ 3 કેડેટની પસંદગી કરવામાં આવી. જેમાં દ્રષ્ટિ પેટીવાલા, અંજલી બોહરા, અમન મિશ્રાની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી કુલ 26 એનસીસી કેડેટ આ પરેડમાં ભાગ લેશે. હાલમાં સુરતના ત્રણેય કેડેટ દિલ્હી પહોંચી ગયા છે. જેમની ટ્રેનિંગ 3 જાન્યુઆરીથી શરૂઆત થશે.

ગુજરાતમાંથી કુલ 26 કેડેટ પરેડમાં ભાગ લેશે
દર વર્ષે ગુજરાતમાંથી 120 કેડેટની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે કોવિડ-19 ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ગુજરાતના માત્ર 26 કેડેટ પરેડ માટે જશે. આ પસંદગી માટે દરેક શાળા અને દરેક બટાલિયન પોતાના 20 કેડેટ કેમ્પમાં મોકલતા હોય છે. અને આ કેમ્પમાં જતા પહેલા 6 થી 7 જેટલા કેમ્પમાં તેમની પસંદગી કરવામાં આવે છે. દિલ્હી જવા પહેલા ઓછામાં ઓછી 3 ગૃપ સ્પર્ધા થાય છે. જે 10-10 દિવસની હોય છે. જેમાં ફેલગ એરિયા સ્પર્ધા, બેસ્ટ કેડેટ સ્પર્ધા, ઈન્ટરગૃપ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધા હોય છે. તેમજ અલગ વિંગ પ્રમાણે પણ સ્પર્ધા થાય છે. સુરતમાં માત્ર આર્મી બટાલિયન છે તેથી સુરતના 3 ત્રણેય આર્મી કેડેટ છે. આ ત્રણેય કેડેટ 28 જાન્યુઆરીએ પરેડમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો