તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પસંદગી:શિક્ષણ સમિતિમાં 12ની પસંદગી, ભાજપના 2 સભ્ય ધોરણ 12 પાસ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 4 માજી કોર્પોરેટર, 1 રિપીટ, 5 નવા સભ્યો, 2 આપના

પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યો માટે મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 14 ફોર્મ ભરાયા છે. તેમાં 10 ફોર્મ ભાજપના અને 2 ફોર્મ આપના સભ્યોએ ભર્યું છે. જ્યારે બે અન્યએ ભર્યા છે. ભાજપમાં ચાર માજી કોર્પોરેટરો છે અને એક ને સમિતિમાં રિપીટ કરવામાં આવ્યાં છે. પાંચ નવા સભ્યો છે.

શિક્ષણ સમિતિ ચલાવવા માટે ભાજપે 10 અને 12 ભણેલા સભ્યો પણ મુક્યા તો આપમાં ઇજનેર વિદ્યાર્થી અને શિક્ષકને મુક્યા છે. ભાજપના માજી કોર્પોરેટર વિનોદ ગજેરા, સ્વાતી સોસા, સંજય પાટીલ, યશોધર દેસાઇ છે. જ્યારે નિરંજના જાનીને રિપીટ કરવામાં આવ્યાં છે. નવામાં રાજેન્દ્ર કાપડિયા જે માજી કોર્પોરેટર કિશોરી કાપડીયાના પતિ છે.

રંજના ગોસ્વામી, શુભમ ઉપાધ્યાય, રાજેન્દ્ર પટેલ, અરવિંદ કાકડિયા છે. તો આપના રાકેશ હિરપરા, રમેશ પરમાર છે. જ્યારે રાકેશ ભિકડિયા અને ચંદ્રકાંત કંથારિયા મળી કુલ 14 ફોર્મ ભરાયા છે. 21 વ્યક્તિ 42 ફોર્મ લઈ ગયાં હતાં. સમિતિ કુલ 15 સભ્યોની બનશે તે પૈકી 3 સભ્યો સરકાર નિયુક્ત કરશે.

સભ્યો પાસે LLB, ફાઇન આર્ટ જેવી ડિગ્રી
ભાજપ { સ્વાતી સોસા (એમ.એ, એમએડ) { રંજના ગોસ્વામી (બેચલર ઓફ ફાઈન આર્ટસ) { વિનોદ ગજેરા (બી.એસ.સી, એલએલબી, માસ્ટર ઓફ પબ્લીક એડમિનિસ્ટ્રેશન અને માસ્ટર ઓફ પોલિટીકલ સાયન્સ) { રાજેન્દ્ર કાપડીયા (બી.કોમ) { યશોધર દેસાઈ (ડીપ્લોમા) { સંજય પાટીલ (એચ.એસ.સી) { નિરંજનાબેન જાની (બી.કોમ) { શુભમ ઉપાધ્યાય (બી.એ.)
{ અરવિંદ કાપડીયા (એસએસસી) { રાજેન્દ્ર પટેલ (પી.ટી.સી) આપ { રાકેશ હિરપરા ( ઇજનેરી શાખાના વિદ્યાર્થી) { રમેશ પરમાર (નિવૃત્ત શિક્ષક )

અન્ય સમાચારો પણ છે...