સરથાણામાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ આવેશમાં આવી પ્રેમીની હત્યા કરી નાખી હતી. સરથાણા પોલીસે મહિલાના પતિ દીનેશ ચૌધરીની ધરપકડ કરી છે. હત્યારો દીનેશ મૂળ નેપાળનો વતની છે. જયારે મરણજનાર અફરીદી બિહારનો વતની છે. લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં દીનેશ ચૌધરી પત્ની સાથે રહે છે. દીનેશની પત્ની અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ(20) સાથે આડાસંબધો હતા.
29મીએ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.