તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ટેસ્ટિંગ ટીમને જોઇ વેપારીએ ફ્લેટ બંધ કર્યો, ટેસ્ટ થતાં ઘરના 3 સંક્રમિત

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સારોલી ચેક પોસ્ટ પર ટેસ્ટ કરાતા વેપારી પોઝિટિવ આવ્યા હતા

મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે કોન્ટેક્ટ ટ્રેસિંગ- ટેસ્ટિંગ કરવા માટે લોકો સાથે વરવા અનુભવો થઈ રહ્યાં છે, સમજાવવા ઘણી રકઝક કરવી પડે છે. લિંબાયત, કતારગામ, સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારના લોકોને તો પકડી પકડી ને ટેસ્ટ કરવાની પણ નોંબત આવી છે લોકોનો સહકાર ટેસ્ટિંગ કરતાં સ્ટાફને મળતો નથી અને ઉદ્ધત વર્તન પણ સહન કરવું પડે છે. ત્યારે લિંબાયતના આરોગ્ય વિભાગ સાથે અનોખો કિસ્સો બન્યો છે.

સારોલી ચેકપોસ્ટ પર લેન્ડમાર્ક ટેક્સટાઈલ માર્કેટના એક વેપારી પોઝિટિવ આવતાં કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ન્યુ ડિંડોલીના સાંઈ એવન્યુ એપાર્ટમેન્ટમાં વેપારીના પરિવાર ઘરે જતાં ફ્લેટનો દરવાજો જ બંધ કરી દેવાયો હતો! ઘણું કહેવા છતાં દરવાજો ન ખુલતાં આરોગ્યની ટીમે ઈ-2ના આખા બિલ્ડીંગમાં રહીશોની તપાસ કરવાનો નિર્ણય લેવા પડ્યો હતો. તેમાં 120 રહીશોના ટેસ્ટિંગ કરાયા હતાં અને 5 લોકો પોઝિટિવ આવતાં આખુ બિલ્ડિંગને માઈક્રો કન્ટેન્ટમેન્ટ કરી સીલ કરાયું છે.

વેપારીનો 7 વર્ષિય પુત્ર તેમજ પાડોશીને પણ ચેપ
આરોગ્ય વિભાગની ટીમને કડવો અનુભવ સહન કરવો પડ્યો છે. સારોલી લેન્ડમાર્ક ટેક્સટાઈલના વેપારીએ તેનો ફ્લેટ બંધ કરી દીધો પરંતુ આખા એપાર્ટમેન્ટના રહિશોનું ટેસ્ટિંગ કરવાનો પાલિકાએ રસ્તો અપનાવતાં આખરે વેપારીએ તેમનો ફ્લેટનો દરવાજો ખોલવો પડ્યો હતો. તેના પરિવારમાં કરાયેલા ટેસ્ટમાં તેનો 7 વર્ષિય પુત્ર, પત્ની સહીત ચાર પોઝિટિવ આવતાં આરોગ્યની ટીમ ચોંકી ઉઠી હતી. જ્યારે તેના પાડોશમાં પણ એક પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો