તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના કોર્પોરેટરનું ‘કમબેક’:હેલ્થ કર્મચારીઓની અછત જોતા કતારગામનાં કોર્પોરેટર નર્સ બની દર્દીઓની સેવામાં જોડાયા

સુરત5 મહિનો પહેલાલેખક: શિશિર મેકવાન
  • કૉપી લિંક
ઘરે પોતાના નાના બાળકોને મુકી નગરસેવિકા ફરજ બજાવી રહ્યા છે. - Divya Bhaskar
ઘરે પોતાના નાના બાળકોને મુકી નગરસેવિકા ફરજ બજાવી રહ્યા છે.
  • દિપ્તી સાકરિયાએ 20 વર્ષ પહેલાં નર્સની નોકરી છોડી હતી

આજથી 20 વર્ષ પહેલા કમ્પાઉન્ડર-નર્સની નોકરી છોડી ચુકેલા કતારગામ-વેડ વોર્ડ નંબર 7ના નગરસેવિકા દીપ્તિ સાકરીયા ફરીથી કોરોના દર્દીઓની સેવામાં જોડાયા છે. કોરોનાકાળમાં દર્દીઓની વધતી જતી સંખ્યા અને હેલ્થ કર્મચારીઓની અછત વચ્ચે નગર સેવિકા દિપ્તી સાકરીયાએ કોરોના દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું અને બીજી લહેરમાં ફરીથી પોતાના જુના રોલમાં આવીને સિંગણપોર કોમ્યુનિટી હોલમાં પ્રારંભ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં કમ્પાઉન્ડરની સેવા આપી રહ્યા છે. તેમનું માનવું છે કે,‘આ સમયે લોકોની સેવા કરવાનો સમય છે.’

સિંગણપોર કોમ્યુનિટી હોલમાં પ્રારંભ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં કમ્પાઉન્ડરની સેવા આપી રહ્યા છે
સિંગણપોર કોમ્યુનિટી હોલમાં પ્રારંભ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં કમ્પાઉન્ડરની સેવા આપી રહ્યા છે

હું પણ સેવાયજ્ઞમાં જોડાવા માંગતી હતી
કોરોનાને કારણે મેં લોકોને હેરાન થતાં જોયા છે. એક બાજુ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને બીજી બાજુ હેલ્થ કર્મચારીઓના કામનું ભારણ વધી રહ્યું છે. આવા સમયે મેં ફરીથી કમ્પાઉન્ડર તરીકે સેવા આપવાનું નક્કી કર્યું. હું પણ આ સેવાયજ્ઞમાં જોડાઇ તેનો મને આનંદ છે. લોકો માસ્ક પહેરે તેવી મારી અપીલ છે. - દિપ્તી સાકરીયા,કમ્પાઉન્ડર તરીકે જોડાયેલા કોર્પોરેટર

આવો નિર્ણય ખૂબ ઓછા લોકો લે છે
સિંગણપોર કોમ્યુનિટી હોલમાં પ્રારંભ થયેલા આઇસોલેશન સેન્ટરમાં દાખલ દર્દીએ જણાવ્યુ હતું કે,‘જ્યારે જાણવા મળ્યું ત્યારે મારી સેવા કરનાર નગરસેવિકા છે ત્યારે તેમના પ્રત્યે માન ખુબ જ વધી ગયું. તેઓ ખડેપગે રહીને દર્દીઓની સંભાળ લઇ રહ્યા છે. આવા સમયમાં ઓછા લોકો આવો નિર્ણય લે છે.

અન્ય સમાચારો પણ છે...