રામાયણકાળમાં દંડકારણ્ય નામથી પ્રચલિત હાલના ડાંગ જિલ્લાનાં 311 ગામમાં હનુમાનજી મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેમાંથી 50 ગામમાં મંદિર બની ચૂક્યાં છે. ડાંગના લોકોને હનુમાનજી અને મંદિરનું મહત્ત્વ સમજાવવા માટે મંદિરો બનાવવાનો સંકલ્પ સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ 2017માં લીધો હતો. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને આદિવાસી બાળકોનાં શિક્ષણ માટે કામ કરતા પી. પી. સ્વામી ડાંગમાં એક જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝાડ નીચે હનુમાનજીની ખંડિત મૂર્તિ પડેલી હતી.
બસ, આ ક્ષણે ગોવિંદ ધોળકિયાએ ડાંગનાં ગામોમાં હનુમાન મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું. કોરોનાને કારણે બે વર્ષ મંદિરનું નિર્માણકાર્ય બંધ રહ્યું હતું, જોકે હાલ બાકીનાં ગામોમાં મંદિર બનાવવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. શરૂઆતનાં વર્ષોમાં એક મંદિર પાછળ 7થી 8 લાખનો ખર્ચ થતો હતો, જે અત્યારે વધીને 15થી 25 લાખ સુધી થઈ ગયો છે. હજુ પણ મંદિરનો ખર્ચ વધશે.
જે ગામોમાં મંદિર બન્યાં ત્યાં શું પરિવર્તન આવ્યું
મંદિરથી ગામની એકતા મજબૂત થશે
ગામમાં મંદિર હોય તો લોકો દર્શન કરવા ભેગા થાય, એકબીજાને મળી પોતાની સમસ્યાઓ જણાવી શકે અને તે સમસ્યાનું નિરાકરણ લાવી શકે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આનાથી ગામની એકતા જળવાઈ રહેશે. ગામના લોકો સાથે મળીને નક્કી કરે તે પ્રમાણે જ મૂર્તિ બેસાડવામાં આવે છે. - ગોવિંદ ધોળકિયા, ઉદ્યોગપતિ
10થી 15 લાખ એકનો ખર્ચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.