રાજ્ય શિક્ષણમંત્રીની 'સ્વચ્છતા':કામરેજના ડુંગરા ગામની શાળાના ટોઇલેટની ગંદકી જોઈ પોતે જ સાવરણો લઈને ટોઇલેટ સાફ કર્યું

સુરત23 દિવસ પહેલા

ગુજરાતના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયાની આજે એક અનોખી કામગીરી સામે આવી છે. રાજ્ય શિક્ષણમંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વહીવટી કામગીરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન શાળાની શૌચાલયની સ્થિતિ ખરાબ જણાતા તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી અને શાળામાં સ્વચ્છતા અને સાફ-સફાઈને લઈ રાજ્યમાં અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો હતો.

શિક્ષણમંત્રીની શૌચાલય સફાઈ
ગુજરાતમાં અનેક સરકારી શાળાઓ આવેલી છે. આ સરકારી શાળાઓમાં સ્વચ્છતા બાળકો માટે સૌથી મહત્વનું પરિબળ છે. શાળાના શૌચાલયની સફાઈ અને સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે. આ સંદેશને ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા અનોખી રીતે પહોંચાડવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જાતે શાળાના શૌચાલયની સાફ-સફાઈ કરી છે. મંત્રી શૌચાલયની સાફ-સફાઈ કરતો હોવાનું વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ શૌચાલયને પોતે સ્વચ્છ કરવાની કામગીરી કરી રહ્યા છે જે થકી શાળામાં અને શાળાના શૌચાલયમાં સ્વચ્છતા રાખવાનો વિશેષ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

પાણીથી ધોઈને ટોઇલેટ સાફ કર્યું.
પાણીથી ધોઈને ટોઇલેટ સાફ કર્યું.

રાજ્ય શિક્ષણમંત્રીની ઓચિંતી મુલાકાત
ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા આજે કામરેજ તાલુકામાં સમાવિષ્ટ ડુંગરા ગામ સ્થિત આવેલી સરકારી પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળામાં થતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળાના તમામ વર્ગખંડોની મુલાકાત લીધી હતી. શાળામાં ભણતા બાળકો સાથે વર્ગખંડોમાં બાળ ગોષ્ઠી પણ કરી બાળ વિદ્યાર્થીઓને શિસ્ત સેવા અને પુરુષાર્થ વિશે સમજ પણ આપી હતી.

ઓચિંતી મુલાકાતમાં શૌચાલયની સ્થિતિ ખરાબ જણાઈ
ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયાની ડુંગરા ગામની સરકારી શાળામાં ઓચિંતી મુલાકાત દરમિયાન શાળાના શૌચાલયની પરિસ્થિતિ અતિ ખરાબ જોવા મળી હતી. શૌચાલયની અંદર ગમે ત્યાં ગંદકી ધ્યાને આવી હતી. રાજ્ય શિક્ષણમંત્રીના ધ્યાને આ પરિસ્થિતિ આવતા તેમણે આ સાફ-સફાઈ કરાવવાના ઓર્ડર આપવાની રાહ જોવાની જગ્યાએ તેમણે જાતે જ સાફ-સફાઈ શરૂ કરી દીધી હતી. ઓર્ડર આપતા રાહ જોવા ત્યાં સુધીમાં ઘણો સમય પણ લાગે અને સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે તેની અગત્યતા પણ હાજર શિક્ષકો અને આ રીતની સ્થિતિ જે પણ શાળાઓમાં થઈ હોય તે સમજી ન શકે માટે સમયનો બગાડ કર્યા વગર તેમણે જાતે જ શૌચાલયની સાફ-સફાઈ કરવાનું શરૂ કરી દીધું હતું.

તપાસ દરમિયન ટોઇલેટ ખરાબ જણાયું હતું.
તપાસ દરમિયન ટોઇલેટ ખરાબ જણાયું હતું.

શિક્ષણમંત્રીનો સાફ-સફાઈ કરતો વીડિયો અનેક માટે શીખ
ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણમંત્રી જાતે પોતે શાળાઓના બાથરૂમ અને ટોયલેટને પાણીથી ધોઈ રહ્યા છે. તેને સાવરણાથી સાફ કરી રહ્યા છે. અને શૌચાલયને સંપૂર્ણ રીતે સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર એક હોદ્દા પર સ્થાન મેળવ્યા પછી આ પ્રકારની કામગીરી કરવી અનેક લોકોને નાનમ અનુભવાતી હોય છે. પરંતુ સમગ્ર રાજ્યના શિક્ષણમંત્રી હોવા છતાં પ્રફુલ પાનસુરીયાએ પોતાની નાનામાં અનુભવ્યા વગર જે રીતે શાળાના શૌચાલયને પાણીથી ધોઈ તેની સાફ-સફાઈ કરી રહ્યા છે અને તેનો વિડીયો લોકો સુધી પહોંચી રહ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીની આ પ્રકારની કામગીરી રાજ્યના તમામ લોકો માટે એક શીખ બની રહી છે. શિક્ષણમંત્રીના કાર્યને લોકો સોશિયલ મીડિયા પર આવકારી રહ્યા છે.

શિક્ષણમંત્રીએ ધાર્યું હોત તો બીજા પાસે કરાવી શકત
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા શાળાના શૌચાલયને જાતે પાણીથી ધોઈને સાફ-સફાઈ કરી રહ્યા છે. તેમણે ધાર્યું હોત તો શાળાના પટાવાળા કે અન્ય સાફ-સફાઈ કર્મીને બોલાવીને તેને સ્વચ્છ કરાવી શક્યા હોત. પરંતુ તેમણે આ જાતે સાફ-સફાઈ કરીને લોકો વચ્ચે એક સંદેશો વહેતો કરવાનો હતો. સ્વચ્છતા તમામ માટે ખૂબ જ પ્રાથમિક જરૂરિયાત છે. આ પ્રકારનો સંદેશો લોકો સુધી ખૂબ જ મજબૂતાઈથી પહોંચી શકે તે માટે તેમની આ કામગીરી જોવા મળી રહી છે.

સંદેશો લોકો સુધી પહોંચે માટે જાતે સાફ-સફાઈ કરી.
સંદેશો લોકો સુધી પહોંચે માટે જાતે સાફ-સફાઈ કરી.

મારી શાળામાં સાફ-સફાઈ કરતા મને કોઈ સંકોચ નથી: પ્રફુલ પાનસુરીયા
ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ તેમની કામગીરીને લઈ દિવ્યભાસ્કર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ડુંગરા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મને એવું લાગ્યું કે શાળામાં સ્વચ્છતા થવી જોઈએ એટલે ગ્રાઉન્ડ ઉપર મેં કચરો પણ વીણીને સાફ-સફાઈ કરી. ત્યારબાદ શાળાના શૌચાલય તરફ તપાસ કરી તો શૌચાલય થોડું ગંદુ જણાયું હતું જેને લઇ લોકોમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચે માટે મેં જાતે જ સાફ-સફાઈ કરી દીધી હતી. શાળાએ આપણી છે શાળા હોય કે ગામવાસી હોય તમામે ટોઇલેટ સાફ રાખવું જોઈએ એ આપણું કર્તવ્ય છે. મારી શાળાના બાળકો મારા છે અને એમનું ટોઇલેટ સાફ કરવામાં મને કોઈ જ નાનમ કે સંકોચ થયો નથી. અને કોઈને પણ આ પ્રકારનું સંકોચ ન થવો જોઈએ એવું મને એક શિક્ષણમંત્રી તરીકે લાગ્યું એટલે જ મેં આ સંદેશો લોકો સુધી પહોંચે માટે જાતે સાફ-સફાઈ કરી. અને સ્વચ્છતા એ ખૂબ જરૂરી છે અને દરેક લોકો તે જરૂરથી કરે.

અન્ય સમાચારો પણ છે...