તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીડ મની પ્રોજેક્ટ:રીસર્ચર્સને પ્રોત્સાહન આપવા GTU દ્વારા શરૂ કરાયો સીડ મની પ્રોજેક્ટ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીને 25 હજાર અને પ્રોફેસરને 1 લાખની ગ્રાન્ટ ફાળવાશે

ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21થી રીસર્ચર્સ અને ઈનોવેટર્સને રીસર્ચમાં આર્થિક રીતે સહભાગી થવાં અર્થે જીટીયુ ઇન્ટરનલ ક્વૉલિટી એશ્યોરન્સ સેલ (આઈક્યુએસી) દ્વારા સીડ મની પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (જીટીયુ) રીસર્ચરને રિસર્ચ સબંધિત તમામ પ્રકારની સગવડ મળી રહે તે હેતુસર ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જીટીયુ ઈનોવેશન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે.

જીટીયુ સંચાલિત પીજી ભવનોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને રિસર્ચ અને ઈનોવેશનમાં પ્રોત્સાહન મળે તથા આર્થિક રીતે પણ મદદરૂપ થવાં માટે સીડ મની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રીસર્ચર વિદ્યાર્થીને રૂ.25000 અને પ્રોફેસરને 1 લાખ સુધી જીટીયુ દ્વારા ગ્રાન્ટ અપાશે. દરેક શૈક્ષણિક વર્ષ દરમિયાન 1:10નો રેશિયો જાળવીને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના રિસર્ચ પ્રોજેક્ટની પસંદગી કરીને ગ્રાન્ટ ફાળવવામાં આવશે. જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી, એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ તથા જીટીયુના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને તેનો લાભ થશે. તેમજ શ્રેષ્ઠ રિસર્ચ પ્રોજેક્ટને નેશનલ ફંડિંગ એજન્સી દ્વારા પણ લાભ મળે અને તેની પેટર્ન રજીસ્ટર્ડ થાય તે માટે યોગ્ય પગલાં ભરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો