હુમલો:સુરતમાં નવનિર્મિત ડાયમંડ બુર્સના કંપાઉન્ડમાં દારૂની મહેફિલ માણતા ટ્રક ડ્રાઈવરને ના પાડતાં સિક્યુરિટી ગાર્ડને માર મરાયો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈજાગ્રસ્ત બે સિક્યુરિટી ગાર્ડને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઈજાગ્રસ્ત બે સિક્યુરિટી ગાર્ડને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.(ફાઈલ તસવીર)
  • રાજકોટથી માર્બલ ભરેલી ટ્રક લઈને આવેલા ઈસમોએ હુમલો કર્યો હતો

સુરતના નવ નિર્મિત ડાયમંડ બુર્સ કંપાઉન્ડમાં દારૂની મહેફિલ જમાવનાર રાજકોટના ટ્રક ડ્રાઇવર સહિત 6 જણાએ સિક્યુરિટી ગાર્ડને દોડાવી દોડાવી ફટકાર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. મહેફિલમાં ખલેલ પહોંચાડતા હુમલો કરાયો હોવાનું કહેવાય રહ્યું છે. રાજકોટથી માર્બલ ભરેલી ટ્રક લઈને આવેલા ઈસમોએ કંપનીના કંપાઉન્ડમાં દારૂ નહિ પીવા દઈ ગેટ બહાર કાઢી મુકતા હુમલો કરાયો હોવાનું સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું છે. રવિવારની રાત્રે થયેલા હોબળા બાદ પોલીસે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. ઇજાગ્રસ્ત બે સિક્યુરિટી ગાર્ડને સારવાર માટે સિવિલ ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટ્રક સાથે બહારનો રસ્તો બતાવેલો-ગાર્ડ
દીપ સિક્યુરિટીનો ગાર્ડ સદાનંદ મગરુ યાદવએ જણાવ્યું હતું કે,અમેં ડ્યૂટી પર હતા. કેટલાક ઈસમો પ્લાસ્ટિક ની થેલીમાં નાસ્તાઓ સાથે રિક્ષામાં આવ્યા હતા. જેમાં એક કંપનીના કંપાઉન્ડમાં પાર્ક માર્બલ ભરેલી ટ્રકનો ડ્રાઇવર હતો. અમે માત્ર ડ્રાઇવર ને અંદર જવાની પરવાનગી આપી હતી. જેને લઈ બખેડો ઉભો થયો હતો. ત્યારબાદ તમામ ઈસમો જબરજસ્તી કંપાઉન્ડમાં ઘુસી ગયા હતા. ટ્રક માં બેસી દારૂની મહેફિલ કરતા તમામ ને ટ્રક સાથે બહાર કાઢી મુક્યાં હતા. બસ એની અદાવત રાખી 30 મિનિટ બાદ 20-22 નું ટોળું ગેટ નંબર-1 બહાર ભેગું થઈ ગયું હતું.

સળીયા,ફટકા વડે હુમલો
કંઈ સમજ પડે એ પહેલાં જ સળિયા, ફટકા જેવા સાધનો લઈ તૂટી પડ્યા હતા. જાહેરમાં માર મારી આખી ડાયમંડ બુર્સ માથે ઉપાડી લીધું હતું.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત બે ગાર્ડને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયો હતો. તપાસ કરતા માર્બલ ભરેલી ટ્રક રાજકોટથી આવી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં હુમલાખોરો દારૂના નશામાં હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે. હાલ ખટોદરા પોલીસ તપાસ કરી રહી છે.