ગોટાળો:મૃત્યુના 6 મહિને વરાછાના વૃદ્ધને બીજો ડોઝ! સર્ટિફિકેટ પણ ડાઉનલોડ થતાં ગોટાળાનો આક્ષેપ

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે પાલિકાને 4 વાર મૃત્યુની જાણ કરી છતાં બીજા ડોઝનો મેસેજ આવ્યો

પાલિકાની વધુ એક લાપરવાહી સામે આવી છે, જેમાં અવસાનના 6 મહિના બાદ એક વૃદ્ધને સેકન્ડ ડોઝ અપાયાનો મેસેજ કરી તેનું પ્રમાણપત્ર પણ જનરેટ કર્યું છે. વરાછાના હીરાબાગ સ્થિત ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં 62 વર્ષિય રવજીભાઇ ગોઠડિયાએ 4 માર્ચે પહેલો ડોઝ લીધો હતો. જોકે 19 એપ્રિલે તેમનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

તેમનાં પુત્ર હેમંતભાઇએ કહ્યું કે, સપ્ટેમ્બરમાં પિતાજીના મોબાઇલ કોલ આવ્યાં હતાં કે, બીજો ડોઝ લેવા કેન્દ્ર ઉપર જઇને રસી મેળવી લેવી. તેમણે પિતાનું કોરોનામાં અવસાન થયું હોવાનું જણાવ્યું હોવા છતાં 4 વખત કોલ આવ્યા હતા. 4 ઓક્ટોબરે રવજીભાઈએ બીજો ડોઝ લઇ લીધો હોવાનો મેસેજ મળી લિંક પ્રમાણે ડાઉનલોડ થયેલા સર્ટિફિકેટમાં વરાછા ઝોન-એ ખાતે કોઇ સીમાબેને તેમના સ્વ. પિતાને સેકન્ડ ડોઝ આપ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...