તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાયર વિભાગની કાર્યવાહી:ફાયર સેફ્ટીના અભાવે અડાજણના શ્રીજી આર્કેડની 392 દૂકાનો સીલ

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • નોટિસ આપવા છતાં ફાયર સેફ્ટિ કાર્યરત નહીં કરાઈ, 3 વર્ષ અગાઉ પણ સીલ મરાઈ હતી

શહેરમાં તક્ષશિલા જેવી આગની ગંભીર ઘટના બાદ પણ હજી ફાયર સેફ્ટિ અંગે લોકોમાં જાગૃતિનો અભાવ છે. બુધવારે મોડી સાંજે અડાજણના શ્રીજી આર્કેડમાં તપાસ કરાતાં ફાયર સેફ્ટિનો અભાવ મળતા કુલ 392 દૂકાનોને સીલ કરાઈ હતી. અગાઉ તક્ષશિલા અગ્નિકાંડ, રઘુવીર માર્કેટમાં આગની ઘટનાઓ બાદ અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ આગની ઘટનાઓને પગલે પાલિકાના ફાયર બ્રિગેડે સરવે કરી નોટિસો આપી છતાં જાગૃતિના અભાવે ફાયર સેફ્ટિનો માર્કેટો, હોસ્પિટલો, કોમર્શિયલ ઇમારતો, ટ્યુશન ક્લાસિસોમાં અભાવ વર્તાય રહ્યો છે.

તાજેતરમાં એ.કે.રોડની લબ્ધી મિલમાં લાગેલી આગમાં ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર બસંત પરિખ દાઝી ગયાં હતાં, આ મીલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ હતો. ડિવિઝનલ ઓફિસર માખીજાનીએ જણાવ્યું કે, અડાજણની શ્રીજી આર્કેડ ત્રણ વર્ષ અગાઉ પણ ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી હતી ત્યારે ફાયર સેફ્ટિની બાંહેધરી આપતાં સીલ ખોલાયા હતાં. હવે ફરી સેફ્ટીનો અભાવ જણાતા તમામ દૂકાનો સીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો