આદેશ:ફીમાં રાહત નહીં આપતી SD જૈન, આર.વી પટેલ, વિવેકાનંદ કોલેજને 1.54 કરોડનો દંડ

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં ટ્યુશન ફીમાં 12 ટકા રાહત આપવા યુનિ.એ આદેશ કર્યો હતો
 • ત્રણેય કોલેજના વિદ્યાર્થીઓની 90 લાખની ફી માફી સામે દંડ વધુ ભરવો પડ્યો

કોરોનામાં વિદ્યાર્થીઓને ટ્યૂશન ફીમાં 12% રાહત ન આપનારી 15માંથી 3 ખાનગી કોલેજે 1.54 કરોડ દંડ ભરવો પડ્યો છે. એસ. ડી. જૈન ઇન્ટરનેશનલ કોલેજે 60 લાખ, આર.વી.પટેલ કોલેજે 54 લાખ અને વિવેકાનંદ કોલેજે 40 લાખ ડબલ એફિલેશન ફી ભરી છે. ત્રણેય કોલેજે 90 લાખની ફી માફી સામે દંડ વધુ ભરવો પડ્યો હતો. કોલેજોના સંચાલકોએ કહ્યું કે, ફી માફી એટલે ન આપી શકયા કે યુનિ.એ અધ્યાપકોને પૂરો પગાર ચૂકવવા કહ્યું હતું.

આ કોલેજોએ હજી પણ દંડ ભર્યો નથી

 • કે. બી. સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ, વાપી
 • જી. એન. પંડ્યા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરત
 • સાર્વજનિક કોલેજ ઓફ લો
 • બીઆરસીએમ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, સુરત
 • કે. પી. ઇવનિંગ કોમર્સ કોલેજ, સુરત
 • ઉધના સિટીઝન કોલેજ, સુરત
 • શ્રી રામકિષ્ણા ઇન્સ્ટિટ્યૂટ, સુરત
 • પંકજ કાપડીયા સાર્વ. કોલેજ, સુરત
 • કે. પી. કોમર્સ કોલેજ, સુરત
 • ડીઆરબી કોલેજ, સુરત
 • નવનિર્માણ કોમર્સ કોલેજ, સુરત

આ કોલેજોએ હજી સુધી એફિડેવિટ સુદ્ધા પણ ન કરી

 • નર્મદા કોલેજ, ભરૂચ
 • પ્રભુ બીસીએ કોલેજ, સુરત
 • એસ. પી. બી. કોલેજ, સુરત
 • સાસ્કમા કોલેજ, સુરત
 • SRICT ઇન્સ્ટિટ્યૂટ, ભરૂચ
 • નારાણલાલા લો કોલેજ, નવસારી
 • સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન, પીપલોદ, પી.એલ.ચૌહાણ, સુરત

યુનિ.એ દંડ પોતાના ખાતામાં જમા કર્યો, છાત્રોને રાહત નહીં
યુનિ.એ ખાનગી કોલેજો પાસે ડબલ એફિલેશન ફી લઇ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવાની હતી. પરંતુ યુનિ.એ ફી લઇ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ફંડમાં જમા કરતા છાત્રોને કોઈ રાહત ન થઈ.

કેટલીક ખાનગી કોલેજોએ તો ખોટી એફિડેવિટ કરી હતી
ઘણી ખાનગી કોલેજે વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપી હોવાની ખોટી એફિડેવિટ કરી છે. જેથી એફિડેવિટી મુજ બ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે કે નહીં તે મામલે તપાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...