ભાસ્કર એક્સક્લુઝિવ:GSTમાં સ્ક્રુટિની, પહેલાં અધિકારી ડેસ્ક રિવ્યુ કરશે, વેટના રૂપિયા બાકી હોય તો એસેસમેન્ટ

સુરત14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • GSTના 5 વર્ષ બાદ વેપારીઓના હિસાબો પર બિલોરી કાચ
 • જુના કાયદાની બાકી હોય તો પણ કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થઈ શકે છે

જીએસટી કાયદો લાગુ થયાના લગભગ પાંચ વર્ષના ગાળા બાદ વેપારીઓના પાંચેય વર્ષોના હિસાબો પર જાણે બિલોરી કાચ મૂકાઇ ગયો છે અને કેટલાંક ક્રાઇટેરિયાના આધારે કરદાતાઓના કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થવા લાગ્યા છે.

જો કે, કેસ સિલેક્શન પહેલાં અધિકારીઓ પોતાના ડેસ્ક પર જ રિવ્યુ કરવાની સિસ્ટમ અપનાવી છે. જેમાં કેસ સ્ક્રુટિની માટે સિલેક્ટ થવા લાયક છે કે કેમ એ ચકાસવામાં આવી રહ્યુ છે. સ્ક્રુટિની સિલેક્શન માટે જે ક્રાઇટેરિયા બહાર પડાયા છે તે મુજબ વેટના એટલે કે જુના કાયદાની કોઈ બાકી હોય તો પણ કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થશે.

વેપારીઓના હિસોબોની આ વિવિધ મુદ્દાઓના આધારે તપાસ કરાશે

 • રજિસ્ટ્રેશન નંબર ચેક કરાશે. એક મોબાઇલ નંબર પરથી એકથી વધારે નંબર, એક ઇમેલ એડ્રેસ પરથી એકથી વધુ નંબર, એક પાન નંબર પરથી એકથી વધુ નંબર, એક જ સ્થળ હોય અને છતાં એકથી વધુ નંબર સહિતના મુદ્દા ચકાસાશે.
 • કેશ અને એન્ટ્રી લેઝરનું ટ્રાન્ઝેકશન અને તેની પર ભરાયેલો ટેક્સ. ખરીદીની ITC, રિફંડ તથા રિક્રેડિટ થયેલી આઇટીસી
 • GSTR 3-બી અને 2-એની વિસંગતતા
 • GSTR 3-બી અને GSTR-1ની વિસંગતતા,જેટલાં ઇ-વે બિલ જનરેટ થયા એની સમરી.

સ્ક્રિટીની માટેના પેરામિટર: દરેક રિર્ટનની ચકાસણી થશે

 • દરેક રિટર્નની ચકાસણી
 • વેપારીના રિટર્ન અને જે તે મહિનાના ઇનવોઇઝમાં મિસમેચ
 • GSTR 1 કરતા GSTR 3-બીમાં ટેક્સ ઓછો બતાવ્યો હોય
 • GSTR 3-બીમાં ક્લેઇમ કરેલી ITC જીએસટીઆર 2-એમાં દર્શાવેલી ITC કરતા ઓછી હોય
 • ખરેખર જેટલી ITC છે તેના કરતા વધુ માંગવામાં આવી હોય
 • વેપારીએ જે માલ પર જીએસટી લાગતો જ ન હોય તેની પર જીએસટી લગાવ્યો હોય.

એક્સપર્ટ વ્યૂ : દરેક વ્યવહારની ચકાસણી કર્યા બાદ જ નોટિસ ઈશ્યુ
સી.એ. દિપ ઉપાધ્યાય કહે છે કે, ડેસ્ક રિવ્યુ એટલે કે ઉપલબ્ધ સ્ત્રોત દ્વારા ડિપાર્ટમેન્ટમાં જ વેપારી સામેની જે માહિતી હોય જેમકે એની ધંધાની રીત રસમ, સંબંધિત સમયગાળાના વ્યવહારો વગેરે. દરેક વ્યવહારની ચકાસણી બાદ જ અધિકારી ઓનલાઇન નોટિસ ઇશ્યુ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...