તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:જહાંગીરપુરાના પ્રવેશદ્વાર પર સાંજે 7 સુધી સ્ક્રિનીંગ શરૂ કરાઇ

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જહાંગીરપુરાના પ્રવેશદ્વાર પર સાંજે 7 સુધી સ્ક્રિનીંગ શરૂ કરાઇ

જહાંગીરપુરાના પ્રવેશદ્વાર પર શહેરમાં બહારથી આવતા પેસેન્જરોના સ્ક્રિનિંગ માટે બનાવેલું સેન્ટર ગણતરીના કલાકોમાં જ બંધ થઇ જતું હોવાના તાજેતરમાં ભાસ્કરમાં પ્રસ્ધિધ થયેલા અહેવાલ બાદ પાલિકા દ્વારા મોડીસાંજે 7 વાગે સુધી સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રવેશદ્વાર ઉપર અગાઉ માત્ર સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી જ સ્ક્રિનીંગની કામગીરી થતી હતી. પહેલા એક જ ટીમ મુકાઇ હતી. હાલમાં બે ટીમ કાર્યરત કરાઇ છે. પહેલા રોજના 50થી 70 રેપિડ એન્ટીજન ટેસ્ટ થતા હતા. હવે 140થી 150 ટેસ્ટ થાય છે. સરેરાશ રોજ 5 જેટલા પોઝિટીવ કેસ મળી રહ્યા છે. જહાંગીરપુરાના પ્રવેશદ્વારથી સૌથી વધુ ભરૂચ, અંકલેશ્વર પાર્સિંગની ગાડીઓ ઓલપાડ થઇને શહેરમાં પ્રવેશે છે.

અન્ય સમાચારો પણ છે...