તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Testing With Screening Of Passengers Arriving At ST Depot In Surat, Bus Driver Seen Without Conductor Mask Ensuring 'safe Ride'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:​​​​​​​સુરતમાં ST ડેપોમાં આવતાં મુસાફરોનું સ્ક્રિનિંગ સાથે ટેસ્ટિંગ, 'સલામત સવારી'ની ખાતરી આપતા બસના ડ્રાઈવર કન્ડક્ટર માસ્ક વગર જોવા મળ્યા

​​​​​​​સુરત2 મહિનો પહેલા
એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકારી દાખવાતાનું સામે આવ્યું છે.
  • એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર માસ્ક વગર તો કેટલાક રૂમાલ બાંધીને ફરતા દેખાયા
  • અગાઉની સૂચના મુજબ ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે પગલાં લેવાશે- નિયામક

સુરતમાં વધતા કોરોના સંક્રમણને કારણે વહિવટી તંત્રની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. સુરત બસ સ્ટેશનની મુલાકાત દિવ્ય ભાસ્કરની ટીમે લેતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. સુરત બસ સ્ટેશનમાં કર્મચારીઓ માસ્ક વગર નજરે ચડ્યાં હતાં. સુરત બસ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.મુસાફરો માટે સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ થઈ રહ્યાં છે. તેવા સંજોગોમાં એસટીના ડ્રાઇવર અને કંડકટર માસ્ક વગર બેદરકાર થઈને લાપરવાહી દાખવી રહ્યાનું સામે આવ્યું છે.જો કે સમગ્ર લાપરવાહી મુદ્દે સુરત એસટી વિભાગના નિયામકે કહ્યું કે ગાઈડલાઈનની તમામને સૂચના અપાયેલી છે તેમ છતાં કોઈ લાપરવાહી કરતું દેખાશે તો પગલાં લેવામાં આવશે.

માસ્ક વગર બેદરકારી દાખવતા કર્મચારીઓ સંક્રમિત થાય તો ખતરો વધુ ફેલાઈ શકે
માસ્ક વગર બેદરકારી દાખવતા કર્મચારીઓ સંક્રમિત થાય તો ખતરો વધુ ફેલાઈ શકે

ડ્રાઈવર-કન્કડક્ટરની બેદરકારી સામે આવી
સુરત કોર્પોરેશન દ્વારા બસ સ્ટેશન ઉપર આવતા મુસાફરોનું સતત કોરોના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, એસટી નિગમના કર્મચારીઓમાં કોરોનાને લઈને ગંભીરતા જોવા મળી નથી. એસટી બસના ડ્રાઇવરો માસ્ક વગર જોવા મળ્યા હતા.મોટાભાગના કર્મચારીઓ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા તો કેટલાક કર્મચારી માત્ર રૂમાલ બાંધીને ફરતાં દેખાયા હતાં.

બસ સ્ટેન્ડ પરિસરમાં જ કર્મચારીઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.
બસ સ્ટેન્ડ પરિસરમાં જ કર્મચારીઓ માસ્ક વગર જોવા મળી રહ્યા છે.

સુપર સ્પ્રેડર બનવાનો ખતરો
દિવસ દરમિયાન એસટી વિભાગના ડ્રાઇવર અને કંડકટર સતત એક શહેરથી બીજા શહેર જતા હોય છે, તેમજ અનેક મુસાફરોના તેઓ સંપર્કમાં આવતા હોય છે. જે રીતે સુરત બસ સ્ટોપ ઉપર કોરોનાને લઈને ઉદાસીતા કર્મચારીઓમાં જોવા મળી રહી છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ કર્મચારીઓ કોરોના સુપર સ્પ્રેડર બની શકે છે. એસટી વિભાગના થોડા પણ કર્મચારીઓ જો કોરોનાગ્રસ્ત થાય તો તેઓ કેટલા લોકોને કોરોના સંક્રમિત કરી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

કર્મચારીઓ માસ્ક વગર કોરોનાને ખુલ્લુ આમંત્ર આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
કર્મચારીઓ માસ્ક વગર કોરોનાને ખુલ્લુ આમંત્ર આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સંક્રમણ અન્ય શહેરમાં પણ વધી શકે
સુરત એસટી ડેપોના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર જણાઈ રહી છે. કારણ કે દિવસમાં હજારો લાખોની સંખ્યામાં મુસાફરો અહીં આવતા હોય છે. જેથી કોરોના સંક્રમણનો વ્યાપ માત્ર સુરત શહેરમાં નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ ઉદાસીન માહોલને કારણે વધી શકે છે. કર્મચારીઓ ગંભીરતાથી કોરોનાના ફેલાતા વ્યાપને કારણે પોતાની જવાબદારી નહીં સમજે તો ન માત્ર સુરત શહેરને પરંતુ અન્ય શહેરો માટે પણ જોખમી પૂરવાર બની શકે છે.

શિક્ષાત્મક પગલા લેવાશે-નિયામક
સુરત એસટી ડેપો નિયામક સંજય જોશીએ જણાવ્યું કે અમે અમારા કર્મચારીઓ પાસે કોરોનાની ગાઇડ લાઇનનો સખ્તાઇ પૂર્વક અમલ કરાવ્યો છે સરકારે કોરોના સંક્રમણ અને અંકુશમાં રાખવા માટે જે જે નિયમ જાહેર કર્યા છે તેને ધ્યાનમાં રાખીને અમારા તમામ સ્ટાફના કર્મચારીઓને સાવધ કર્યા છે છતાં પણ જો કર્મચારીઓની નિષ્ક્રિયતા દેખાશે તો અમે શિક્ષાત્મક પગલાં લઈશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો