તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિન્થેટીક ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને આર્થિક પેકેજની મદદ નહીં કરવામાં આવે તો ઈન્ડસ્ટ્રીમાં ઘણાં લોકો નાદારી જાહેર કરશે. ધી સાઉથ ગુજરાત કો.ઓપરેટીવ બેંક્સ એસોસિએશન(સ્કોબા)એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી એમએસએમઈ ઈન્ડસ્ટ્રી માટે 6 મહિના સુધી વ્યાજ માફી સહિતની પ્રોત્સાહક યોજનાઓ જાહેર કરવા રજૂઆત કરી છે.
સેલવાસ, દાદરાનગર હવેલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 15 લાખ કારીગરો રોજગારી મેળવે છે. 7.20 લાખ લુમ્સ છે. 485 ફેબ્રિક પ્રોસેસિંગ હાઉસ છે. 1.50 લાખ એમ્બ્રોઈડરીના મશીનો છે. સ્કોબાએ ચિંતા વ્યક્ત કરી રજૂઆત કરી છે કે, લૉકડાઉનના લીધે એમએસએમઈ સેક્ટરમાં સમાવિષ્ટ દક્ષિણ ગુજરાતની સિન્થેટીક મેન્યુફેક્ચરીંગ ઈન્ડસ્ટ્રી, ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયું છે. ઉદ્યોગકારોની મૂડીનું ધોવાણ થયું છે.
સ્કોબાએ ઈન્ડસ્ટ્રીને ફરી બેઠી કરવા કરેલી રજૂઆત
-3 વર્ષ માટે CRR 3% જળવાય
- 6 મહિના સુધી વ્યાજ માફી અપાય
- MSME માટે એક વર્ષ સુધી 4 ટકા ઈન્ટરેસ્ટ સબસીડી જાહેર કરાય
- સબસીડીઓના ફંડ નોડલ એજન્સી તથા બેંકો દ્વારા ક્વાર્ટલી રિલીઝ કરાય તેવી પણ વ્યવસ્થા કરાય
-મોરિટોરીયમ પિરીયડ 1 વર્ષ માટે લંબાવાય, જેમાં બેંકોના એનપીએને પણ સમાવેશ કરાય
- ઇન્ડસ્ટ્રી માટે વિશેષ સબસિડી
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.