સફાઇ ન કરી હોવાથી લાઇબ્રેરી બંધ:AC રિપેર ન થતા સાયન્સ સેન્ટર શરૂ ન કરાયું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 3 રૂટ પર સિટી બસ શરૂ થઇ, 44 બસનો 2100 મુસાફરોએ લાભ લીધો

શહેરની લાઇબ્રેરીઓમાં સાફસફાઇ ન હોવાથી અને સાયન્સ સેન્ટરમાં સેન્ટ્રલ એસી બગડ્યું હોવાથી ખુલી શક્યા નહતા. કોરોનાની બીજી વેવને કારણે છેલ્લા દોઢ મહિનાથી બંધ સિટી બસ સેવાનો શુક્રવારથી આરંભ થયો હતો. ત્રણ રૂટ પર શરૂ કરવામાં આવેલી 44 સિટી બસમાં પ્રથમ દિવસે 2100 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આગામી દિવસમાં તબક્કાવાર સિટી બસ સેવાનો વ્યાપ વધારવામાં આવશે. પાલિકાએ શરૂઆતમાં 7 મેથી બીઆરટીએસ બસ સેવા તબક્કાવાર શરૂ કરી હતી. હાલમાં બીઆરટીએસના 12 રૂટ પર કુલ 262 બસ દોડાવવામાં આવી રહી છે.

લાઈબ્રેરી : નર્મદ લાઇબ્રેરીમાં સફાઇ ન થઇ હોવાથી ચાલુ કરવામાં આવી ન હતી. જેને પગલે સંખ્યાબંધ વિદ્યાર્થીઓને પાછા જવાની ફરજ પડી હતી.

એક્વેરિયમ : પ્રથમ દિવસે સવારે 25 અને બપોર પછી 25 લોકોએ મુલાકાત લીધી હતી. 12 જૂન માટે 35 લોકોનું બુકિંગ થઇ ગયું છે.

સાયન્સ સેન્ટર : એસી ખરાબ હોવાથી સાયન્સ સેન્ટર ખોલી શકાયું ન હતું. એસી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એસી આવે પછી સાયન્સ સેન્ટર ખોલવામાં આવશે.

ગોપી તળાવ : ગોપી તળાવને પણ રાબેતા મુજબ ખોલવામાં આવ્યું હતું. 11 જૂને 150 લોકોએ મુલાકાત લીધી હતી.

પ્રાણી સંગ્રહાલય : પ્રથમ દિવસે 217 લોકોએ મુલાકાત લીધી હતી. જ્યારે 12 અને 13 જૂન માટે 34 લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું

અન્ય સમાચારો પણ છે...