ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતની સ્કૂલોએ સ્થળ પર જ સંમતિપત્ર લખાવી વિદ્યાર્થીઓને એન્ટ્રી આપી, વનિતા વિશ્રામમાં વર્ગો શરૂ નથી છતાં વાલીઓ બાળકોને મૂકી ગયા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘણી સ્કૂલે વાલીઓ પાસે સ્થળ પર જ સંમતિપત્રો લખાવાયા હતા. - Divya Bhaskar
ઘણી સ્કૂલે વાલીઓ પાસે સ્થળ પર જ સંમતિપત્રો લખાવાયા હતા.
  • સ્કૂલે તાબડતોડ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે પરત લઈ જવા કહેવું પડ્યું

પહેલા દિવસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન થાય તે અંગે સંચાલકોએ ખાસ સજાગતા દાખવી હતી. વિદ્યાર્થીઓને ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ક્યાંક ફુલહાર, કંકુના ચાંદલા તો ક્યાંક ચોકલેટો અપાઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ ગુરુ-સરસ્વતી વંદના પણ કરી હતી.

રડતાં બાળકોને શિક્ષકોએ મનાવીને વર્ગમાં બેસાડ્યાં હતાં.
રડતાં બાળકોને શિક્ષકોએ મનાવીને વર્ગમાં બેસાડ્યાં હતાં.

જોકે સ્કૂલે આવેલા વાલીઓએ ત્યાં બેસીને જ સંમતિપત્ર લખ્યા બાદ તેમના બાળકને એન્ટ્રી અપાઇ હતી. બે વર્ષે સ્કૂલે આવેલા ઘણા વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા તો કેટલાક ખુશ દેખાતા હતા. વનિતા વિશ્રામમાં તો હજુ 1થી 5ના વર્ગો શરૂ થયા ન હોવા છતાં ઘણા વાલીઓ બાળકોને મૂકીને જતા રહ્યા હતા, બાદમાં તેમને બોલાવીને બાળકોને પરત લઈ જવા જણાવાયું હતું.

પાલિકાની સ્કૂલોમાં ધો. 1થી 5માં માત્ર 3 ટકા જ્યારે 6થી 8માં 16 ટકા વિદ્યાર્થી હાજર રહ્યાં

જિલ્લોધોરણસ્કૂલવિદ્યાર્થીહાજરટકાવારી
એસએમસી1થી 53231,00,2832,6122.60%
સુરત1થી 594973,32517,43623.78%
એસએમસી6થી 832365,17010,38315.93%
સુરત6થી 894939,58910,39126.25%

ઓછી હાજરી મામલે ડીઇઓ એચ.એચ. રાજ્યગુરૂ કહે છે કે અમારા ઇન્સ્પેક્શન મુજબ ધો. 1થી 5માં 45% હજારી છે. ઘણી સ્કૂલોએ ઓનલાઇન હાજરી નહીં પૂરી હોવાથી શિક્ષણ વિભાગની હાજરીમાં ઓછી હાજરી દેખાય રહી છે. અમે સ્કૂલોને ઓનલાઇન હાજરી પૂરવા માટેની સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...