એજ્યુકેશન:30%થી ઓછું રિઝલ્ટ લાવતી શાળાઓ પોતે જ સુધારા કરે

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 29 શાળાના આચાર્યો સાથેની ચર્ચામાં 1 કલાક વધુ અભ્યાસ કરાવવા DEOનું સૂચન

રાજ્યના શિક્ષણ વિભાગે નબળી શાળાઓનાં પરિણામ વધારવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. જેના અનુસંધાનમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવી શાળાઓનું લિસ્ટ તૈયાર કરી તેમના આચાર્યોને પરિણામ વધારવા માટે શાળાઓએ જ પ્રયાસો કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા 30 ટકાથી ઓછુ પરિણામ લાવતી શાળાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં 29 જેટલી શાળાઓનું પરિણામ ઓછું આવતું હોવાનું માલુમ પડ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી દીપક દરજીએ આ તમામ શાળાના આચાર્યો તથા શિક્ષકો સાથે બેઠક કરીને બાળકોને શાલા સમય કરતા એક કલાક વધારે સમય અભ્યાસ કરવીને તેમણે પોતે જ મહેનત કરીને શાળાનું પરિણામ સુધારવા માટે સૂચનો આપ્યા હતા. અન્ય જિલ્લાઓમાં ઓછું પરિણામ આવતું હોય તેવી શાળાઓને દત્તક લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...