એજ્યુકેશન:કાલથી સ્કૂલો ખુલશે, સ્ટાફને ફરજિયાત રસી લેવા આદેશ

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી વેકેશન પૂર્ણ થતા DEOએ બેઠક કરી
  • DEOની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરશે

રવિવારે 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે અને સોમવારથી સ્કૂલો અને કોલેજો ફરી શરૂ થઈ રહ્યા છે. ડીઇઓએ શનિવારે સ્કૂલોના સંચાલકો અને પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન મિટિંગ કરી હતી. જેમાં ટિચિંગ અને નોન-ટિચિંગ સ્ટાફના કર્મચારીઓ ફરજિયાત વેક્સિન મૂકાવી સ્કૂલોમાં આવે તેવી સૂચના આપી છે.

ડીઇઓ એચ. એચ. રાજ્યગુરૂએ જણાવ્યું કે, રવિવાર સુધીમાં આખી સ્કૂલ સેનિટાઇઝ કરી દેવાની રહેશે. ઠેર ઠેર જગ્યાએ સેનિટાઇઝર કે પછી હેન્ડ વોશ મૂકી દેવાના રહેશે. સોમવારે વિદ્યાર્થીઓ આવે તે પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ એન્ટ્રી આપવાની રહેશે. કોઇ પણ વિદ્યાર્થીને તાવ, શરદી કે પછી ખાંસી આવતી હોય અથવા કોઇ પણ બીમારી હોય તો તે ઓનલાઇન એજ્યુકેશન લે એવી સૂચના આપવાની રહેશે. ઇઆઇ અને એડીઆઇ ટીમ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. કોઇ પણ સ્કૂલ ગાઇડલાઇનનું પાલન ન કરશે તો કડક કાર્યવાહી કરીશું. કોલેજો અને યુનિ. પણ શરૂ થનાર હોય ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કર્મીઓની સાથે વિદ્યાર્થીઓ પણ વેક્સિન મૂકાવી કોલેજ આવે એવી સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...