તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિલચાલ:સુરત ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓના અભાવે શાળાઓ મર્જ કરાશે, નવા માપદંડના કારણે 437 સ્કૂલ બંધ થવાના અણસાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શાળાઓ મર્જ થાય તો વિદ્યાર્થીઓને નૂકસાન જશે તેમ વાલીઓએ જણાવ્યું હતું. - Divya Bhaskar
શાળાઓ મર્જ થાય તો વિદ્યાર્થીઓને નૂકસાન જશે તેમ વાલીઓએ જણાવ્યું હતું.
  • ધોરણ 1થી 5માં 60 ઓછા વિદ્યાર્થીઓ હોય તે શાળાઓ મર્જ કરવાનો માપદંડ

રાજ્યમાં સૌથી મોટું બજેટ ધરાવતી સુરત જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ ફરી એક વખત મર્જ કરવાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે રાજ્યના સચિવે બોલાવેલી બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેની ઉપર મીટ મંડાઇ છે. અગાઉ પણ શાળાઓને તાળા મારવાનો નિર્ણય લેવાયો હતો.બાદમાં કોરોનાના કારણે આ કામગીરી મુલતવી રહી હતી. હવે જ્યારે કોરોના અંકુશમાં આવ્યો છે ત્યારે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને મર્જ કરવા હિલચાલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલા માપદંડને આધારે સુરત જિલ્લાના નવે નવ તાલુકાની વિગતો મંગાવવામાં આવી છે, જેમાં 437 સ્કૂલોને ભવિષ્યમાં તાળા વાગી જવાની ભીતિ સેવાઈ રહી છે.

ધો.5થી 8માં 35 વિદ્યાર્થી જરૂરી
રાજ્યમાં આવેલી ­ પ્રાથમિક શાળાઓ મર્જ કરવા માટેની તૈયારીઓ શરૂ થઇ હોવાનું જાણવા મળે છે. ધોરણ 1 થી 5 માં 60 થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેમ જ ધોરણ 5 થી 8 માં 35 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓની યાદી તૈયાર કરી ભવિષ્યમાં સ્કૂલોને મર્જ કરવાની થાય તે માટે સ્કૂલોની રૂબરૂ મુલાકાત લઇને પ્રેઝન્ટેશન કરવા માટે જણાવાયું હતું. જેમાં રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલાï માપદંડમાં બંધ બેસતી 437 સ્કૂલોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે મળનારી બેઠકમાં આ સ્કુલોને મર્જ કરવા મામલે નિર્ણય લેવાય જાય તો આ સ્કૂલને તાળા લાગી જાય તો નવાઈ નહી. જાકે શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં કોઇ નિર્ણય લેવાયો નથી. પરંતુ આજે રાજ્યના શિક્ષણ સચિવ રાજ ને તમામ જિલ્લાના ­પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ગાંધીનગર ખાતે બેઠક બોલાવી છે.ભવિષ્યમાં કોઇ શાળા મર્જ કરવાની થાય તો એ અંગે ના ડેટા સાથે જ અધિકારીને બોલાવવામાં આવ્યા છે. જેથી કામગીરીમાં સરળતા રહે તે માટે અત્યારથી તમામ વિગતો ઍકત્ર કરી ડેટા તૈયાર કરવામાં આવી રહ્ના હોવાની વિગતો સામે આવી છે.

શાળા મર્જ કરવાના નવા માપદંડ
જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા ધો- 1થી 5માં 60 કરતા ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાને નજીકમાં એક કિમીના વિસ્તારમાં જયારે ધો -6 થી 8માં 45 કરતા ઓછી સખ્યા ધરાવતી શાળાને 3 કિ.મીના વિસ્તારની શાળામાં મર્જ કરવા અંગે રજૂઆત કરવાના હોવાનુ કહેવાય છે.

અંતરિયાળ ગામડાના વાલીઓનો વિરોધ
અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓ અન્ય વિસ્તારમાં મર્જ કરવાની થાય તો વાત લોકો સુધી પહોચતા ભારે ઊહાપોહ મચી ગયો છે. કારણકે, પોતાના ગામમાંથી 10 વિદ્યાર્થી હોય અને શાળા હોય ત્યારે ગામની શાળા બંધ કરી પાંચ કિલોમીટર દૂર બીજા ગામમાં ભણવા જવાની નોબત આવે ત્યારે વાલીઓએ ઘણા ­પ્રશ્નો ઉઠાવ્યા છે. આ બાબતે ભારે વિરોધ પણ થઇ ચૂક્યો છે. છતાં ફરી એક વખત મુદ્દો સપાટી પર આવતા આગામી સમયમાં ફરી એ જ વિવાદના વંટોળ ઉભા થશે એમાં મીનમેખ નથી.