તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સ્મીમેરના સુપ્રિન્ટેન્ડન્ટ વંદના દેસાઇનું રાજીનામુ

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરીના 5 વર્ષ બાકી છતાં VRS લીધું
  • સ્ટેન્ડિંગમાં રાજીનામા અંગે નિર્ણય થશે

સ્મીમેર હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. વંદના દેસાઇએ પરિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે. ડો. દેસાઇએ નોકરીના પાંચ વર્ષ બાકી હોવા છતાં વીઆરએસ લઇ લીધું છે. વર્ષ 2000માં સિવિલ હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ દરમિયાન ડો. વંદના દેસાઇએ સિવિલમાંથી રાજીનામું આપી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં જોડાયા હતા. પીડિયાટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસર તરીકે જોડાયા બાદ વર્ષ 2001માં પ્રોફેસર તરીકે તેમને પ્રમોશન આપવામાં આવ્યું હતું. વર્ષ 2007માં ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી.

પારિવારિક કારણોસર તેમણે નોકરીના પાંચ વર્ષ બાકી હોવા છતા વીઆરએસ લેવાનો નિર્ણય લઇ રાજીનામું આપી દીધું હતું. હાલ ડો. વંદનાબેને રાજીનામું ડીનને આપ્યું છે જે હવે પાલિકા કમિશનરને મોકલવામાં આવશે ત્યારબાદ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સ્મીમેરમાં બેડની વ્યવસ્થા, ઓક્સિજનની વ્યવસ્થા જેવા કામો અને અમલીકરણમાં તેમની પણ ભૂમિકા રહી હતી.

અન્ય સમાચારો પણ છે...