સ્મિમેર હોસ્પિટલના 200 ઇન્ટર્ન તબીબો પોતાની રહેવા જમવાની યોગ્ય વ્યવસ્થાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. તબીબો યોગ્ય રીતે રહી શકે તેવું હોટલમાં આઇસોલેશન આપવામાં આવે તેવી માંગ સાથે તબીબોએ ‘હમારી માંગે પુરી કરો’ના નારા લગાવ્યા હતાં. પાલિકાએ ડ્યુટી પર હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.
સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.બંસલે જણાવ્યુ હતું કે,‘તબીબોને સુવિધા આપવામાં આવે છે.આઇસોલેશન માટે હોસ્ટેલ ફાળવવાનું આયોજન કર્યું. તેમ છતાં, ઈન્ટર્ન વિદ્યાર્થીઓ તેમની ફરજ બજાવવાનો ઈન્કાર કરે છે. જેથી એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું.’
સ્મીમેરમાં 277 દર્દીઓ ગંભીર હાલતમાં
ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ વચ્ચે સ્મીમેરમાં 277 દર્દીઓ ગંભીર હાલતમાં જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.હાલ એ તમામ દર્દીઓ મેડીકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ પર નિર્ભર થઈ ગયા છે. ઇન્ટર્ન તબીબો 8થી 10 કલાક કોવિડમાં ફરજ બજાવ્યા બાદ ઘરે પણ જાય છે અને પરિવાર સાથે રહે છે. પરિવારના સભ્યોને કોરોના સંક્રમણનું જોખમ છે. - ડો.યશ પટેલ,ઇન્ટર્ન ડોકટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.