તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હોટલમાં આઇસોલેશનની સુવિધાની માંગ સાથે સ્મીમેરના ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
‘કામે ચઢો નહીં તો કડક કાર્યવાહી માટે તૈયાર રહો’ - Divya Bhaskar
‘કામે ચઢો નહીં તો કડક કાર્યવાહી માટે તૈયાર રહો’
 • પાલિકાની ચીમકી, ડ્યુટી પર હાજર નહીં થશે તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી થશે

સ્મિમેર હોસ્પિટલના 200 ઇન્ટર્ન તબીબો પોતાની રહેવા જમવાની યોગ્ય વ્યવસ્થાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. તબીબો યોગ્ય રીતે રહી શકે તેવું હોટલમાં આઇસોલેશન આપવામાં આવે તેવી માંગ સાથે તબીબોએ ‘હમારી માંગે પુરી કરો’ના નારા લગાવ્યા હતાં. પાલિકાએ ડ્યુટી પર હાજર નહીં થાય તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.

સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો.બંસલે જણાવ્યુ હતું કે,‘તબીબોને સુવિધા આપવામાં આવે છે.આઇસોલેશન માટે હોસ્ટેલ ફાળવવાનું આયોજન કર્યું. તેમ છતાં, ઈન્ટર્ન વિદ્યાર્થીઓ તેમની ફરજ બજાવવાનો ઈન્કાર કરે છે. જેથી એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરીશું.’

સ્મીમેરમાં 277 દર્દીઓ ગંભીર હાલતમાં
ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ વચ્ચે સ્મીમેરમાં 277 દર્દીઓ ગંભીર હાલતમાં જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.હાલ એ તમામ દર્દીઓ મેડીકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ પર નિર્ભર થઈ ગયા છે.​​​​​​​ ઇન્ટર્ન તબીબો 8થી 10 કલાક કોવિડમાં ફરજ બજાવ્યા બાદ ઘરે પણ જાય છે અને પરિવાર સાથે રહે છે. પરિવારના સભ્યોને કોરોના સંક્રમણનું જોખમ છે. - ડો.યશ પટેલ,ઇન્ટર્ન ડોકટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો